અમદાવાદ શહેરમાં જીવલેણ નીવડી રહેલા ડેન્ગ્યુમાં ૪ લોકોના મોત થયા છે. આ ઉપરાંત શહેરમાં રોગચાળો વધતો જ જાય છે. દીવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે લોકો બજારને બદલે હોસ્પિટલના ધક્કા ખાય છે.
અમદાવાદમાં વકર્યો ડેન્ગ્યૂનો રોગચાળો, 546 કેસ નોંધાયા - અમદાવાદ તાઝા સમાચાર
અમદાવાદઃ શહેરમાં જીવલેણ નીવડી રહેલા ડેન્ગ્યુમાં ૪ લોકોના મોત થયા છે. શહેરમાં ડેંગ્યુનો કુલ મૃત્યુઆંક ૧૬ ઉપર પહોંચી જતા રોગચાળાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. દિવાળીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાનો ભરડો યથાવત રહેવા પામ્યો છે. પાણીજન્ય રોગોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 2900 હતા આ વર્ષે 2200 છે એટલે કે ગયા વર્ષ કરતા આંકડા નીચા છે. પરંતુ જ્યારે સરકાર કહે છે કે અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં 120 ટકાનો વધારો છે, ત્યારે સાચું કોણ તે એક સવાલ બનીને ઊભો છે.
શહેરમાં સાદા મલેરિયાના 294, ઝેરી મલેરિયાના 24, ડેન્ગ્યુના 546 તેમજ ચિકનગુનિયાના બે મચ્છરજન્ય કેસો નોંધાયા છે. જ્યારે પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો ઝાડા-ઊલટીના 230, કમળાના 200 અને ટાઈફોડના 371 કેસ નોંધાયા છે.