અમદાવાદ : અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કોતરપુર ખાતે નીતા બાવરી નામની 24 વર્ષીય મહિલાની હત્યાની ઘટના બની છે. જેમાં મહિલાના પતિ રવિ ઉર્ફે વિજય બાવરી સાથે મૃતકને ઘર કંકાસના કારણે ઝઘડો થતાં રવિ ઉર્ફે વિજય બાવરીએ બોથડ પદાર્થ વડે પત્નીને માથાના ભાગે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ દુપટ્ટા વડે મૃત્યુ નિપજાવ્યું હતું. જે સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :Sabarkantha Murder : કાળજુ કંપાવી નાખે તેવું સ્વરૂપ, પારિવારીક બોલાચાલીમાં કુહાડીથી એક ઘરમાં ત્રણ હત્યા
ગોદડા પર મૃતદેહ મળ્યો : આ સમગ્ર મામલે નટવર મારવાડી નામના 28 વર્ષીય યુવકે ફરિયાદ નોંધાવીએ છે, જેમાં ફરિયાદીને તેઓની પત્નીનો ફોન આવ્યો હતો કે નીતાબેનને તેઓના પતિએ મારેલા છે. તેઓ તાત્કાલિક બહેનના ઘરે જતા ઘરનો દરવાજો ખુલ્લો હતો. તેઓની બહેન રૂમની અંદર ગોદડા ઉપર મૃત હાલતમાં ઊંધી પડી હતી. તેના ગળામાં દુપટ્ટો વીંટાળેલો હતો. તેના માથામાં ડાબી સાઇડ ઇજાઓ થઈ હતી અને લોહી નીકળતું હતું. ગળાના પાછળના ભાગે ડાબી બાજુ કાળુ ચકમાનું નિશાન હતું અને ગોદડું લોહીથી ખરડાયેલુ હતું. ગોદડાની આજુબાજુમાં છૂટી છવાઈ પ્લાસ્ટરમાંથી છૂટી પડેલી સિમેન્ટ રેતીનો ભૂકો પડેલો હતો અને ઓરડીના ખૂણામાં પીપળા પાસે ઈંટનો ટુકડો પડ્યો હતો.
આ પણ વાંચો :Umesh Pal Murder Case : ઉમેશ પાલ હત્યા કેસમાં વધુ ત્રણ કારના સીસીટીવી સામે આવતા અનેક તર્ક-વિતર્ક
આરોપીને પકડવા પોલીસ લાગી કામે : જેથી ઘરમાં તપાસ કરતાં તેઓના બનેવી રવિ ઉર્ફે વિજય હાજર ન મળી આવ્યા હતા. જે સમગ્ર મામલે અંતે તેઓએ બનેવી સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી પતિને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. આ અંગે જી ડિવિઝનના ACP વી.એન યાદવે જણાવ્યું હતું કે, કોતરપુરમાં થયેલી હત્યા મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પતિની ધરપકડ કરવા માટે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.