ધોળકાની સીમમાં સાડા ત્રણ મહિના પહેલા મહિલાની મળેલા બિનવારસી મૃતદેહ અંગે ભેદ ઉકેલાયો અમદાવાદ : ધોળકાની સીમમાં સાડા ત્રણ મહિના પહેલા મહિલાની મળેલા બિનવારસી મૃતદેહ અંગે ભેદ ઉકેલાયો છે. આ મામલે અમદાવાદની કાલુપુર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા થઈ હોવાની હકીકત સામે આવી છે. આ મહિલાની હત્યા કેસમાં સામેલ રીક્ષા સારંગપુર વિસ્તારમાંથી પસાર થવાની હોવાનું ધ્યાને આવતા તે રીક્ષા રોકી તપાસ કરી હતી. જે રીક્ષામાં સવાર લોકોને પોલીસ મથકે લાવી તપાસ કરતા તે યુવતીની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
હત્યાનો માસ્ટર પ્લાન : પત્નિ દ્વારા અપાતા ત્રાસથી કંટાળી પતિએ અન્ય મિત્રોની મદદથી હત્યાનો માસ્ટર પ્લાન બનાવ્યો અને વાસણા વિસ્તારમાં પત્નિ જ્યારે તેની મિત્રના ઘરે હતી, ત્યારે રાતના સમયે ગળુ દબાવીને હત્યા કરી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી મહિલાના પતિ અને તેના મિત્ર સહિત બે મહિલાઓની ધરપકડ કરી છે.
શું હતો સમગ્ર મામલો : અમદાવાદ જિલ્લાના ધોળકાની સીમમાં એપ્રિલના રોજ એક મહિલાની બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે જિલ્લા પોલીસે જે તે સમયે અકસ્માત મોત નોંધી મોતનું કારણ જાણવા માટે પેનલ પીએમ કરાવ્યું હતું. જે કેસમાં મહિલાની ઓળખ તે સમયે થઈ શકી ન હતી. જોકે કાલુપુર પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યું કે, તે મહિલાનું નામ નઝમાં મોસીમુદ્દીન શેખ છે અને તે વાસણા ખાતે રહે છે. જે બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને આ મામલે તપાસ કરી તેના પતિ મોસીમુદ્દીન શેખને પકડી તપાસ કરતા તેણે જ પત્નિ નઝમાંની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
હત્યાનો પ્લાન બનાવ્યો : જે બાદ આ બાબતે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે, નઝમાં શેખ અને તેના પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓ સાથે પણ નઝમાંને અગાઉ ઝઘડા થયા હતા. એક વાર નઝમાંએ પતિ મોસીમુદ્દીન શેખ પર છરીથી હુમલો પણ કર્યો હતો તેમજ તે નશાની ટેવ ધરાવતી હતી. જેથી આ ગુનામાં સામેલ આરોપી પતિ મોસીમુદ્દીન શેખ, તેનો મિત્ર હૈદરઅલી તૈલી, આરતી ઉર્ફે શિવલી દાસ તેમજ ગૌરીબેન આયર તમામે ભેગા મળીને હત્યાના થોડા દિવસે પહેલા શહેરકોટડા સહિતની અલગ અલગ જગ્યાઓ પર વખત મીટીંગ કરી હતી અને હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
હત્યા કેવી રીતે કરી : માર્ચ મહિનાના અંતમાં મૃતક નઝમાં પોતાની મિત્ર ગૌરીબેન આયરના વાસણા ખાતેના ઘરે થોડા દિવસો માટે રહેવા ગઈ હતી અને તે દરમિયાન આરોપીઓ હત્યા કરવાનુ નક્કી કર્યું હતું. તો બીજી એપ્રિલ 2023ના રોજ રાતનાં સમયે નઝમાં ઘરમાં સુઈ રહી હતી. તે સમયે તેના પતિ મોસીમુદ્દીન શેખે તેનું મો તકીયાથી દબાવી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ હૈદરઅલીએ તેના હાથ પગ પકડી રાખ્યા હતા અને બાદમાં હૈદરઅલી તૈલીએ નઝમાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હતી. જે દરમિયાન આરતી દાસ દરવાજા પર જ્યારે ગૌરીબેન ઘરની અંદર પહેરો ભરીને ઉભા હતા.
મૃતદેહને રીક્ષામાં રાખ્યો : હત્યા કર્યા બાદ તમામ આરોપીઓએ બનાવેલા પ્લાન મુજબ નઝમાંના મૃતદેહને રીક્ષામાં જીવીત હોય તેમ બેસાડી તેની એક બાજુ હૈદરઅલી તૈલી અને એખ બાજુ આરતી બેસી ગયા હતા અને મોસીમુદ્દીન શેખે રીક્ષા ચલાવી નઝમાંને અમદાવાદ જિલ્લા બહાર લઈ ગયા હતા. વહેલી સવારના સમયે રોડ રસ્તા સુમસામ થઈ જતા ધોળકા નજીર હાઈવે પાસે એક જગ્યાએ નઝમાનાં મૃતદેહને ફેંકી ફરાર થઈ ગયા હતા.
આરોપી મોસીમુદ્દીન શેખ અને પત્નિ બન્નેને લગ્નના 6 વર્ષનો સમયગાળો અને લગ્નજીવન દરમિયાન એક દિકરી છે. પતિ પત્નિ વચ્ચે ઝધડો થતા આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. આરોપીઓ હત્યા કર્યા બાદ પોતાના ઘરમાં જ હાજર હતા. જોકે પોલીસે હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે આરોપીઓને પકડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ મામલે આરોપીઓને ધોળકા પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. - સુશીલ અગ્રવાલ (DCP, ઝોન 3)
મૃતક દેહ વેપારમાં : આ સમગ્ર મામલે કાલુપુર પોલીસે ગુનામાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરી આ મામલે ધોળકા જિલ્લા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. પકડાયેલા આરોપીઓને ધોળકા પોલીસને સોંપવામાં આવ્યા છે. આ મામલે આગળની કાર્યવાહી જિલ્લા પોલીસને આપવામાં આવી છે. આ ઘટનામાં મૃતક દેહ વેપારમાં સંકળાયેલી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
- Valsad Crime: વાપીમાં ભાજપના નેતા શૈલેષ પટેલની હત્યા કરનાર 2 શાર્પ શૂટરોની ઝારખંડથી ધરપકડ
- Vadodara Crime : વડોદરામાં બે દીકરીની હત્યા કરનાર માતાને હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા...
- Ahmedabad Crime: અમદાવાદમાં સફાઈ કામદાર મહિલાની હત્યા, નોકરીના સ્થળથી મળ્યો મૃતદેહ