અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ વખત વહેલુ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા કુલ રાજ્યમાં 140 કેન્દ્ર ઉપર નોંધાઈ હતી. જેમાંથી 1,26,624 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે આવેદનપત્ર આપ્યું હતું. જેમાંથી 1,25,563 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેના કારણે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા નોંધાયું છે.
સતત મહેનતનું પરિણામ :વિધાર્થીઓએ પરિણામ બાબતે જણાવ્યું હતું કે, કોરોના કાળ વખતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી શક્યા ન હતો. જેના કારણે બોર્ડની પરીક્ષા અનુભવ હતો નહીં. જેના કારણે મહેનત વધારે જરૂર હતી અને સતત વાંચન અને યુનિટ ટેસ્ટના પરિણામ આટલું સારું પરિણામ મેળવી શક્યા છીએ. અમે પરીક્ષાની તૈયારી માટે એક ચોક્કસ પ્રમાણે ટાઈમ ટેબલ તૈયાર કર્યું હતું. જેમાં ટાઈમ ટેબલ પ્રમાણે રેગ્યુલર વાંચન યુનિટ ટેસ્ટ તેમજ જે પણ વિષય અઘરો લાગતો હતો તે વિષયમાં વધારે ભારણ આપ્યું હતું. જેથી સારું પરિણામ લાવી શક્યા છીએ.
અમદાવાદ શહેરનું પરિણામ 65.62 ટકા :આ વખતે અમદાવાદ શહેરમાં કુલ 8,315 વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાનું આપવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 8,287 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી A1 ગ્રેડમાં 5, A2 ગ્રેડમાં 97, B1 ગ્રેડમાં 442, B2 ગ્રેડમાં 907, C1 ગ્રેડમાં 1429, C2 ગ્રેડમાં 1769 અને D ગ્રેડમાં 780 વિદ્યાર્થી પાસ થયા છે. આમ, અમદાવાદ શહેરનું પરિણામ 65.5 ટકા નોંધાયું છે.