ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદઃ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કેમેરાનું કર્યું મોનીટરીંગ - Ahmedabad News

અમદાવાદ જિલ્લામાં લોકડાઉનનું પાલન થાય તે માટે પોલીસ તો એક્શન મોડમાં છે સાથે-સાથે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. તે બાદ CCTV કેમેરાનું મોનીટરીંગ કર્યું હતું.

અમદાવાદ-ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કેમેરાનું કર્યું મોનીટરીંગ
અમદાવાદ-ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કેમેરાનું કર્યું મોનીટરીંગ

By

Published : Apr 3, 2020, 11:07 PM IST

અમદાવાદઃ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ગૃહપ્રધાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી પેટ્રોલિંગમાં આવ્યા હતા. જે બાદ પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ શહેરના CCTV ફૂટેજ ચકસવામાં આવ્યા હતા.

અમદાવાદ-ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કેમેરાનું કર્યું મોનીટરીંગ

પોલીસ કંટ્રોલ રૂમમાં કેમેરાનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને સેટેલાઇટ દોરણના માઘ્યમથી સમગ્ર શહેર પર નજર કરી હતી. ગુગલના માધ્યમથી ડિજિટલ સર્વેલન્સ કરી ટ્રાફિક એનાલિસિસ પણ કર્યો હતો. અમદાવાદ શહેર પર પોલીસ દ્વારા જે ડિજિટલ સર્વેલન્સ દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે, તેની પણ ગૃહપ્રધાને મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details