અમદાવાદ :શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ધામ ઝડપાયું છે. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકતના આધારે માહિતી મળી હતી કે, ગોપાલ પેલેસ રેસીડેન્સીમાં હોટલ માનના ચોથા માળે રૂમ નંબર 413 માં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા 9 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે.
Ahmedabad High profile Gambling : સેટેલાઈટમાં હાઈપ્રોફાઈલ જુગારધામ, રિટાયર્ડ ઉચ્ચ પોલીસ અધિકારીનો દીકરો પણ રંગેહાથ ઝડપાયો
જન્માષ્ટમી નિમિતે ચાલતા શ્રાવણીયા જુગારના દુષણને રોકવા અમદાવાદ પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે ઝાંસીની રાણી પાસે આવેલી હોટલ માન રેસીડેન્સીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં લાખો રુપિયાના મુદ્દામાલ સાથે 9 પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે. જેમાં એક યુવક પૂર્વ સિનિયર આઈપીએસ અધિકારીનો પુત્ર હોવાનું ખુલતા ચર્ચાનો દોર શરુ થયો છે.
Published : Sep 8, 2023, 1:45 PM IST
હાઈપ્રોફાઈલ જુગારધામ :જન્માષ્ટમી અને સાતમ આઠમ નિમિત્તે અલગ અલગ જગ્યાઓમાં ચાલતા શ્રાવણીયો જુગાર ઉપર પોલીસ દ્વારા દરોડો પાડીને કાયદેસરની કામગીરી કરવામાં આવે છે. તેવામાં સેટેલાઈટ પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમી હકીકતના આધારે ઝાંસીની રાણી પાસે આવેલી ગોપાલ પેલેસ રેસીડેન્સીના હોટલ માનમાં દરોડા પાડ્યા હતા. જેના રૂમ નંબર 413 માંથી પ્રજ્ઞેશ ગાંધી, સંજીવ પુરોહિત, ઈશાન ઠક્કર, જીતેન્દ્ર વાઘેલા, મહાદેવ ભાનુશાળી, અંકુર ખેતર, અમિત મિત્તલ, પિયુષ ગેહલોત અને પરાગ ઈનામદાર નામના 9 યુવકો જુગાર રમતા મળી આવ્યા હતા.
9 શકુનીઓ ઝડપાયા : આ મામલે પોલીસે રોકડ રકમ 1 લાખ અને 11 મોબાઈલ ફોન તેમજ કોઈન, લેપટોપ, ડાયરી સહિત ફોરવીલ અને ટુ-વ્હીલર એમ કુલ મળીને 13,39,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં એક યુવક પૂર્વ સિનિયર આઈપીએસ અધિકારીનો પુત્ર હોવાનું ખુલ્યું છે. જેના કારણે પોલીસબેડામાં ચર્ચાનો દોર જોવા મળી રહ્યો છે.