અમદાવાદ: હેરિટેજ કાર શોમાં ભાગ લીધેલી તમામ કાર કોટ વિસ્તારમાં ભદ્ર કિલ્લો, સીદી સૈયદની જાળી, જૈન મંદિર, હઠીસિંહ, માણેક બાગ, એલિસ બ્રિજ તથા અન્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ વિન્ટેજ કાર શોનું ઉદ્દેશ્ય કારની જાળવણી દર્શાવવાની સાથે આજની નવી અને પ્રગતિશીલ પેઢીને જૂની પરંપરાનું મૂલ્ય સમજાવવાનો છે.
અમદાવાદમાં 80થી વધુ વિન્ટેજ કાર સાથે યોજાયો હેરિટેજ કાર શો - Vintage car show
ભારતના વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદમાં આજથી 2 દિવસ માટે હેરિટેજ કાર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ અને અમન આકાશ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા શોમાં 80 વિન્ટેજ અને ક્લાસિક કાર ઉપરાંત 20 મોટર સાયકલે પણ ભાગ લીધો છે.
અમદાવાદ
આ હેરિટેજ કાર શોમાં ગુજરાત અને ગુજરાત બહારથી પણ કાર આવી હતી. આ શોમાં કાર ઉપરાંત વિન્ટેજ બાઈકને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ શો 2 દિવસ ચાલશે. જે તમામ અમદાવાદીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ કાર શોમાં 100 વર્ષ સુધીની જૂની કાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.