ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Health : અમદાવાદમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે વધ્યો આ રોગચાળો - અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસ

શિયાળાની સત્તાવાર વિદાય થઇ નથી પણ ઊનાળાની ગરમીનો અમદાવાદમાં પરચો મળવો શરુ થઇ ગયો છે. તેવામાં બેવડી ઋતુના વાતાવરણને લઇને ઝાડાઉલ્ટીના કેસ વકરેલી સ્થિતિએ જોવા મળી રહ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનના સત્તાવાર આંકડા શું કહે છે જોઇએ.

Ahmedabad Health :  અમદાવાદમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે વધ્યો આ રોગચાળો
Ahmedabad Health : અમદાવાદમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે વધ્યો આ રોગચાળો

By

Published : Feb 14, 2023, 5:41 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેર ધીમે ધીમે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી માસમાં ઝાડા ઉલ્ટીના કેસ સામે આવી રહ્યા છે તો મચ્છરજન્ય કેસ પણ જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં તેમ જ અમદાવાદમાં હવે બેવડી ઋતુનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે શરદી ઉધરસ કેસ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસ નહિવત પ્રમાણમાં જોવા મળતા એએમસી આરોગ્યવિભાગ રાહત અનુભવી રહ્યો છે. બપોરના સમયે ગરમી માહોલ જોવા મળતા ઝાડા ઉલ્ટીના કેસ પણ વધારો જોવા મળી રહ્યો છે.

મચ્છરજન્ય રોગમાં માત્ર ડેંગ્યૂના કેસ : શહેરમાં મચ્છરજન્ય કેસોમાં નહિવત કેસ જોતા અધિકારીઓ રાહત અનુભવી રહ્યા છે. આ ચાલુ માસમાં ડેન્ગ્યૂના 8 જ કેસ નોંધાયા છે. જયારે જાન્યુઆરી માસના અત્યાર સુધી સાદા મેલેરિયા 12 કેસ, ઝેરી મેલેરિયાના 4 કેસ, ડેન્ગ્યૂના 49 કેસ અને ચિકનગુનિયાના 1 જ કેસ સામે આવ્યો છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 33,064 જેટલા લોહીના સેમ્પલ તેમજ 847 જેટલા સિરમના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો Epidemic in Ahmedabad: અમદાવાદમાં હાથીપગાના 4 કેસ પણ ડરવાની જરૂર નથી

પાણીજન્ય કેસ યથાવત : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધી ઝાડા ઉલટીના 147 ,કમળાના 56 ,ટાઈફોFડના 98 અને કોલેરાનો 1 કેસ સામે આવ્યો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી 6061 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 1474 જેટલા પાણીના નમુના લેવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધી 9 સેમ્પલ અનફિટ હોવાનું સામે આવ્યું નથી.

હાથીપગાના 4 કેસ પોઝિટિવ :અમદાવાદના નોબલનગર, બાપુનગર, રામોલ, વટવા, ઇન્દ્રનગર જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બહારથી આવતા લોકો અહીંયા વસવાટ કરે છે. જેમાં ઉત્તરપ્રદેશ, બિહારના લોકો છેલ્લા 6 મહિનાથી અહીંયા વ્યવસાય માટે રોકાયેલા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા હાથીપગાના 3600 જેટલા ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાંથી 4 વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચો Epidemic in Rajkot : રાજકોટમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, શરદી ઉધરસના 418 કેસ નોંધાયા

જીવાતથી ફેલાઇ રહ્યો છે આ રોગ : હાથીપગાનો રોગ હવામાં ઊડતી જીવાતને કારણે થતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. આગામી સમયમાં કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા ફોગીગની કામગીરી વધુ કરવામાં આવશે. જ્યારે જે સ્લમ વિસ્તાર છે તેવા વિસ્તારોમાં વધુ ફોગીંગની કામગીરી કરવામાં આવશે. જેથી હવામાં ઉડતી જીવાતથી થતો રોગચાળાને અટકાવી શકાય.

ABOUT THE AUTHOR

...view details