ગુજરાત

gujarat

Ahmedabad Hatkeswar Bridge Case : આરોપીની આગોતરા જામીન અરજી પર દલીલો પૂર્ણ, 28 એપ્રિલે ચૂકાદો જાહેર થશે

By

Published : Apr 25, 2023, 7:48 PM IST

અમદાવાદના ખોખરામાં આવેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ બાંધકામ ગેરરીતિ મામલાના આરોપીઓ દ્વારા આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે આ કેસની દલીલો પૂર્ણ થયેલી જાહેર કરી છે. ત્યારે સેશન્સ કોર્ટ 28 એપ્રિલે ચૂકાદો જાહેર કરશે.

Ahmedabad Hatkeswar Bridge Case : આરોપીની આગોતરા જામીન અરજી પર દલીલો પૂર્ણ, 28 એપ્રિલે ચૂકાદો જાહેર થશે
Ahmedabad Hatkeswar Bridge Case : આરોપીની આગોતરા જામીન અરજી પર દલીલો પૂર્ણ, 28 એપ્રિલે ચૂકાદો જાહેર થશે

કેસની દલીલો પૂર્ણ

અમદાવાદ : અમદાવાદના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને ચાર વર્ષમાં જ ખૂબ જ નુકસાની થયેલી બહાર આવી છે. આ મામલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને કારણે હાટકેશ્વર બ્રિજમાં નબળી ગુણવત્તાના માલ સામાનનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવેલું છે. જેને લઇને અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ બીજા અન્ય લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાંથી ચાર આરોપીઓએ આગોતરા જામીન માટે અમદાવાદમાં સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જેની આજે સુનાવણી પૂર્ણ થઈ છે.

જામીન ન આપવા દલીલો : આરોપીઓમાંથી રમેશ પટેલ, ચિરાગ પટેલ, ચેતન પટેલ તેમજ રસિક પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે સંદર્ભે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમારા તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ આરોપીઓને જામીન ન આપવા જોઈએ. કારણ કે આરોપીઓ દ્વારા સિમેન્ટ અને મટીરીયલ ખરાબ ક્વોલિટીનું બ્રિજમાં વાપરવામાં આવ્યો છે. જ્યારે તંત્ર સમક્ષ આ લોકો દ્વારા બિલો સારી ક્વોલિટીનો ઉપયોગ કરતા હોવાના રજૂ કરવામાં આવ્યાં હતા. ટેન્ડરમાં જે નિયમો હતા તે પ્રમાણે પણ કામ કરવામાં આવ્યું નથી. તેથી આ પ્રકારના ગુનાની ગંભીરતાને જોતા જામીન આપવા જોઈએ નહીં.

આ પણ વાંચો Hatkeswar Bridge : હાટકેશ્વર બ્રિજ બનાવવામાં ગેરરીતિ કરી ઠગાઈ આચરનાર એજન્સી સામે નોંધાયો ગુન્હો

રિપોર્ટ બાદ કાર્યવાહી થઇ હતી : હાટકેશ્વર બ્રિજનો વિવાદ સામે આવતા જ એએમસી દ્વારા હાટકેશ્વર બ્રિજનો અલગ અલગ સંસ્થા પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. જેમાં આ રિપોર્ટ બાદ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જુદી જુદી સંસ્થા તરફથી જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો તે સંસ્થાના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એમસીએ હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય લોકો સામે આઇપીસી કલમ 406 ,420, 120 ,(બી) અંતર્ગત આ ફરિયાદ નોંધવામાં આવી હતી.

અજય ઇન્ફ્રા જ આપશે ખર્ચ : હાટકેશ્વર બ્રિજના બાંધકામના મટિરિયલની ખરાબ ગુણવત્તા હતી. તેમાં રિપોર્ટના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે હાટકેશ્વર બ્રિજમાં પિલ્લર સિવાયનો બ્રિજનો તમામ ભાગ તોડી નાખવામાં આવશે.આ બ્રિજ તોડવાનો અને નવો બનાવવાનો ખર્ચ પણ અજય ઇન્ફ્રા પાસેથી જ વસૂલવામાં આવશે.

આ પણ વાંચો Ahmedabad News : અંતે ભ્રષ્ટાચારનો બ્રિજ તોડી પડાશે, હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવાશે, ચાર અધિકારી સસ્પેન્ડ

દલીલો પૂર્ણ : હાટકેશ્વર બ્રિજ બાંધકામ ગેરરીતિ મામલાના આરોપીઓ દ્વારા આગોતરા જામીન માટે કરેલી સેશન્સ કોર્ટમાં અરજીને લઇ જ્યારે દલીલો પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી છે, ત્યારે 28 એપ્રિલે સેશન્સ કોર્ટ પોતાનો ચૂકાદો જાહેર કરશે. દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને કોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. તે 28 એપ્રિલે સેશન્સ કોર્ટ પોતાનો ચૂકાદો જાહેર કરશે.

ABOUT THE AUTHOR

...view details