ભારે વરસાદથી શહેરના ગોતા, ચાંદલોડિયા, રાણીપ, વસ્ત્રાલ, રામોલ, લાંભા, વટવા સહિતના વિસ્તારોમાં ડેન્ગ્યુ, મેલેરિયાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 78, મેલેરિયા તથા ઝેરી મેલેરિયાના 25 તથા સાદા મલેરિયાના 495 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં વરસાદી માહોલ પછી મેલેરિયાના 495 કેસ નોંધાયા - gujarati news
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદને પગલે મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થયો છે. જેથી શહેરમાં મોટા પ્રમાણાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.
ફાઈલ ફોટો
બીજી તરફ શહેરમાં ઓગસ્ટ મહિનામાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગની તપાસ દરમિયાન 14 હજાર જેટલા સ્થળેથી મચ્છરોના બ્રિડીંગ મળ્યા છે. તો કેટલીક સ્કૂલોમાંથી પણ બ્રીડિંગ મળતા તેમની એડમિન ઓફિસો સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યાં હતાં.