ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 22 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી, કોઇ જાનહાની નહીં - Ahmedabad news

અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારના વસંતનગર ખાતે 22 વર્ષ જૂની દોઢ લાખ લિટરની કેપેસિટી ધરાવતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અંતર્ગત આવેલી પાણીની ટાંકી સોમવારના રોજ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ હોવાની ઘટના સામે આવી નથી, પરંતુ ટાંકીનો સ્લેબ ઘર પર પડતાં રહીશોના ઘર તૂટ્યા હતા. સ્થાનિકોના પ્રમાણે અમને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર જ આ ટાંકી તોડવાની કામગીરી થઇ રહી હતી.

etv bharat

By

Published : Nov 18, 2019, 5:44 PM IST

વસંતનગર ખાતે જ્યારે ટાંકી તોડવાની કામગીરી ચાલી રહી હતી. કોઈ મીટિંગ કે, કોઇ પ્રકારની જાણ હાઉસિંગ બોર્ડ તરફથી કરવામાં આવી ન હતી. જ્યારે ટાંકી પડી ત્યારે તેઓ ઘરમાં પણ હાજર હતા. તેમાં એક મહિલા કે, જેને 20 દિવસ પહેલા જ ડિલિવરી આવી છે. તે પણ હાજર હતા. ટાંકી પડી ત્યારે ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું.

અમદાવાદ ગોતાના વસંત નગરમાં 22 વર્ષ જૂની પાણીની ટાંકી ધરાશાયી, કોઇ જાનહાનિ નહીં

બીજી તરફ ફાયર બ્રિગેડના ઓફિસર રાજેશ ભટ્ટે જણાવે છે કે,આ ટાંકી ધરાશાયી થવામાં કોઈ જાનહાનિ કે, ઇજાની ઘટના બની નથી. હાલમાં ટાંકીનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. હાઉસિંગ બોર્ડના બે મકાનોના ધાબા પર ટાંકીનો કાટમાળ પડયો હોવાથી તે બંને ઘર પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.

અમદાવાદમાં ટાંકી પડવાની આ ત્રીજી ઘટના બની છે. આ પહેલા શહેરના બોપલ અને નિકોલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી. હમણાં ઘાટલોડિયા વિસ્તારમાં પણ ભાંગી પડવાની ઘટના સામે આવી હતી. શહેરમાં કુલ 99 જર્જરિત ટાંકી છે. જેમાં 42 ટાંકીઓ ઉતારી લેવાની કામગીરી કરી દેવામાં આવી છે. બાકીની ટાંકીઓ જેમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. તેને પણ ઉતારી દેવાની કામગીરી ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details