અમદાવાદ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અમદાવાદના ક્લબ O7 ખાતે તેમના ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવના ભાગરૂપે ટેક્ષટાઈલ ઈન્ટરએક્ટિવ મીટ આયોજન કેન્દ્રીય પ્રધાન ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્યપ્રધાન દર્શનાબેન જરદોશની હાજર રહ્યા હતા. ટેક્સટાઈલ ઈન્ટરએક્ટિવ મીટમાં કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત અગ્રણી રાષ્ટ્રીય અને પ્રાદેશિક એસોસિએશનના 200થી વધુ પદાધિકારીઓ સાથે ટેક્સટાઈલ ક્ષેત્રને લગતા મુખ્ય મુદ્દાઓ તેમજ ઉદ્યોગને લગતા મુખ્ય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સરકાર સામે મુદ્દા મુકવામાં આવ્યા :GCCIના પ્રમુખ પથિક પટવારી જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ઉદ્યોગના અર્થતંત્ર તેમજ રાજ્યમાં અને રાષ્ટ્રીય સ્તરે રોજગાર સર્જન માટેના વિશાળ યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વર્ષોથી આયોજિત ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ દ્વારા ટેક્સટાઈલ હિસ્સેદારો અને સરકાર વચ્ચે સંવાદને સરળ બનાવવા માટે GCCIના સતત પ્રયાસો કરી રહ્યું છે. સરકારની પ્રોત્સાહક ટેક્સટાઇલ નીતિઓ 2012 અને 2019 તેમજ એપેરલ પોલિસી 2017 અને ટેક્સટાઈલ ઉદ્યોગ સંબંધિત મુદ્દાઓને સમજવામાં સરકાર સામે મૂકવામાં આવ્યા હતા.
78 એસોસિએશનને લાવવાની પહેલ :કેન્દ્રીય પ્રધાન દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કાપડ અને રેલવે રાજ્ય પ્રધાને તેમના સંબોધનમાં GCCI દ્વારા દેશના વિવિધ ભાગોમાંથી 78 એસોસિએશનને લાવવાની આ એક સારી પહેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે ઉદ્યોગો પ્રત્યે હંમેશા સકારાત્મક વલણ રાખ્યું છે તેમજ ભવિષ્યમાં ઉદ્યોગોને મદદરૂપ બનશે. ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ દરમિયાનની ચર્ચાઓમાં ટેક્સટાઇલ ઉદ્યોગના વર્તમાન સ્થિતિ, વૃદ્ધિ યોજના, પ્રોત્સાહન, સબસીડી, કરવેરા તેમજ કાપડ ઉદ્યોગના અગ્રણીઓ માટે કપાસના ઉત્પાદન જેવા ઘણા ટેક્સટાઇલ સંબંધિત મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. સરકારે MMF, વાંસ ફાઇબર અને ઊન સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. તમામ ફાઈબર પર સામાન્ય GST ડ્યૂટી વસૂલવી જોઈએ. વધુમાં, અમુક નિષ્ણાતોના મતે કાચા માલની ઉત્પાદકતા વધારવા માટેની ટેકનોલોજી એ સમયની જરૂરિયાત છે.