ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના લાખો લોકો પર બાઝ નજર, 26,091 પોલીસ જવાનોનો સુરક્ષા ઘેરો

અમદાવાદની રથયાત્રામાં જોડાયેલા લાખો ભક્તો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. લોકોની સુરક્ષા માટે 26,091 પોલીસ જવાનો અધિકારીઓ ખડેપગે, 3D મેપિંગ સિસ્ટમ, જયપુરથી સ્પેશિયલ RAF, 100થી વધુ CCTV, 2322 બોડી વોર્ન, GPS સિસ્ટમ 250 ધાબા પોઇન્ટ અને 25 વોચ ટાવર રાખવામાં આવ્યા છે.

Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના લાખો લોકો પર બાજ નજર, 26,091 પોલીસ જવાનોનો સુરક્ષા ઘેરો
Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના લાખો લોકો પર બાજ નજર, 26,091 પોલીસ જવાનોનો સુરક્ષા ઘેરો

By

Published : Jun 20, 2023, 9:48 AM IST

રથયાત્રાના લાખો લોકો પર બાઝ નજર, 26,091 પોલીસ જવાનોનો સુરક્ષા ઘેરો

અમદાવાદ :રાજ્યના મુખ્પપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની 146મી રથયાત્રાનો પહિંદ વિધિથી પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે 146મી રથયાત્રામાં કોઈ અનિચનીય ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, સમગ્ર બંદોબસ્તની વાત કરવામાં આવે તો 26,091 પોલીસ જવાનો અધિકારીઓ, બોમ્બ સ્કોવોર્ડ, CCTV સર્વેલન્સ અને ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યારે આ વર્ષની રથયાત્રામાં પ્રથમ વખત 3D મેપિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનના જયપુરથી સ્પેસિયલ RAF (રેપીડ એક્શન ફોર્સ) બોલાવવામાં આવી છે. સમગ્ર રથયાત્રાને મુખ્યપ્રધાન અને ડીજીપી ગાંધીનગરથી સીધું પ્રસારણ નેત્રમ મારફતે જોઈ શકશે.

સાયબર ક્રાઇમ એક્ટિવ :સોસીયલ મીડિયામાં અનેક વખત અફવાનો દોર એવો જામે છે જે પરિસ્થિતિ કાબુની બહાર પહોંચી જાય છે, ત્યારે આ વર્ષે ગુજરાતમાં રથયાત્રામાં પ્રથમવાર સમગ્ર યાત્રા રૂટ, નિજમંદિર, સ્ટ્રેટેજીક પોઇન્ટ સહિતની બાબતો પર 3 ડી મેપિંગથી નિગરાની રાખવામાં આવશે. ઉપરાંત સોશિયલ મીડિયા કે ફોન-વોટ્સએપ દ્વારા રથયાત્રાને સ્પર્શતી કોઈ ખોટી અફવાઓ ન ફેલાય તે માટે સાયબર ક્રાઈમ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચનું સતત મોનીટરીંગ શરૂ કરવામાં આવ્યું છે.

45 સેન્સેટિવ લોકેશન પર 100થી વધુ CCTV :અમદાવાદની રથયાત્રા માટે પેરા મીલીટરી ફોર્સ સહિત કુલ 26,091 પોલીસ અધિકારી - કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે 45 જેટલા સેન્સિટીવ લોકેશન પરથી 94 CCTV કેમેરા દ્વારા વોચ રાખવામાં આવશે. 2322 બોડી વોર્ન કેમેરા સાથેના જવાનો, યાત્રામાં સાથે રહેનારા 25 વાહનો પર CCTV અને GPS સિસ્ટમ કાર્યરત કરીને યાત્રાની પળેપળની વિગતો કંટ્રોલ રૂમમાં પ્રાપ્ત થશે. આ ઉપરાંત 32 ઉડાન દ્વારા ડ્રોન સર્વેલન્સ કરીને સંવેદનશીલ વિસ્તારો પર નિરીક્ષણ કર્યું છે. 250 ધાબા પોઇન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. આ રથયાત્રા દરમિયાન કોઈ અનઅધિકૃત ડ્રોન ઉપયોગમાં ન લઈ શકાય તે માટે એન્ટી ડ્રોન ટેકનોલોજી નો પણ આ વખતે પ્રથમ વાર ઉપયોગ કરવામાં આવશે.

  1. Ahmedabad Rathyatra 2023: વહેલી સવારથી ભક્તો પહોંચ્યા જગન્નાથ મંદિર
  2. Ahmedabad Rath Yatra 2023 : આકાશી નજરે રથયાત્રા, પ્રથમવાર એન્ટી ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ
  3. Ahmedabad Rath Yatra 2023: 26000થી વધારે પોલીસ જવાનો ખડેપગે, 3D મેપિંગનો ઉપયોગ

ABOUT THE AUTHOR

...view details