ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: નશાના કાળા કારોબાર કરનાર આરોપીને ઝડપતી અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.પોલીસ - Ahmedabad crime

બીટકોઈન અને અન્ય ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કરી ઓનલાઇન ડ્રગ્સ મંગાવતાં હાઇબ્રીડ ગાંજો - 383.05 ગ્રામ તથા 27.45 ગ્રામ ચરસના જથ્થા સાથે એક આરોપીને અમદાવાદ ગ્રામ્ય S.O.G. શાખાએ ઝડપ્યો છે.

નશાના કાળા કારોબાર કરનાર આરોપીઓને ઝડપતી અમદાવાદ ગ્રામ્ય એસ. ઓ.જી. પોલીસ
નશાના કાળા કારોબાર કરનાર આરોપીઓને ઝડપતી અમદાવાદ ગ્રામ્ય એસ. ઓ.જી. પોલીસ

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 8:28 AM IST

નશાના કાળા કારોબાર કરનાર આરોપીઓને ઝડપતી અમદાવાદ ગ્રામ્ય એસ. ઓ.જી. પોલીસ

અમદાવાદ: ગ્રામ્ય વિસ્તારોમાં નશીલા પદાર્થોની થતી હેરાફેરી અંગે પોલીસ અધિક્ષક તરફથી મળેલ સૂચના અનુસાર અમદાવાદ ગ્રામ્ય S.O.G. ડ્રગ માફિયાઓને ઝડપવા કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં હાલ એક આરોપીને પોલીસે દબોચી લીધો છે.

ફ્લેટની સ્કીમ:ગ્રામ્ય એસોજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, લલીત ઉફે ક્રિષ્ણા લક્ષ્મણસીંગ નામનો શખ્સ અપાચી મોટર સાયકલ પર નશાકારક માદક પદાર્થનો જથ્થો પોતાના કબજામાં રાખી વેચાણ કરવા માટે ઉલારીયા ગામ ખાતે આવેલ ઓર્ચિડ બ્લ્યુ નામના ફ્લેટની સ્કીમથી ઉલારીયા ચોકડી તરફ જતા રોડ ઉપર મોડી રાત્રીના એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમ્યાન આવવાનો છે.

બાતમીના આધારે તપાસ: બાતમી અનુસાર એ સો જી પોલીસ સ્ટાફ સાથે વોચ ગોઠવી બાઈક પર નશાકારક પદાર્થ લઈને આવી રહેલા ઇસમને રોકી મોટર સાયકલ તથા ચાલકની તપાસ કરતા લલીત ઉફે ક્રિષ્ણા લક્ષ્મણસીંગ પાસેથી તેના જીન્સના પેન્ટના ખિસ્સામાંથી નશાકારક માદક પદાર્થ મળી આવ્યો હતો. જે F.S.L.અધિકારીઓની હાજરીમાં ચકાસણી કરાવતા N.D.P.S.એકટ હેઠળ પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજો તથા ચરસ હોવાનું જણાઈ આવતા હાઇબ્રીડ ગાંજો કુલ ગ્રામ 10.05 કિંમત.રૂપિયા 100 ચરસ કુલ ગ્રામ 27.45 કિંમત રૂપિયા 4117 તથા રોકડ્ રૂપિયા1500 તથા મોબાઇલ ફોન નંગ.-2 કિંમત રૂપિયા 2,000 થા મોટર સાયકલ કિંમત રૂપિયા 10,000 એમ કુલ મળી કુલ રૂપિયા 17717 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપી વિરૂધ્ધ N.D.P.S.એક્ટ મુજબ બોપલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી એસ.ઓ.જી.શાખા અમદાવાદ ગ્રામ્ય દ્વારા હાથ ધરવામાં આવી છે.

માલ ડિલિવરી કરવા જતો: જ્યારે આ ગુનાની તપાસ દરમ્યાન પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતાં પોતે તેના માલિક અર્ચિત અગ્રવાલના કહેવાથી ચરસ ગાંજાનો માલ ડિલિવરી કરવા જતો હોવાનો ખુલાસો થયો હતો.ત્યાર બાદ પોલીસે વધુ તપાસ કરતા મુખ્ય આરોપી અર્ચિત અગ્રવાલને પણ ઝડપી લઇ કોર્ટમાં હજાર કરી રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે રિમાન્ડ દરમ્યાન અર્ચીત અગ્રવાલે પોતે મંગાવેલ માલ પૈકી કેટલોક માલ જયરાજ અમદાવાદમાં રાજેશ પટેલને વેચ્યો હોવાનું જણાવતાં જયરાજને પકડી તેની પણ પૂછપરછ કરતાં તેણે અર્ચિત પાસેથી મંગાવેલ ગાંજાનો જથ્થો પોતાના ઘાટલોડિયામાં આવેલા ઘરે મૂકી રાખેલ હોવાનું જણાવતા ગ્રામ પોલીસે ઘાટલોડિયા પોલીસનો સંપર્ક કરી આરોપીને સાથે રાખી તપાસ કરતાં આરોપી જયરાજ પાસેથી પણ 373 ગ્રામ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી આ બાબતે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો દાખલ કરાવી જયરાજનો કબ્જો ઘાટલોડીયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

  1. Surat Crime : ઉમરપાડાના કેવડી ગામમાં દીકરો જ બાપનો હત્યારો બન્યો, આડાસંબંધની શંકાએ લીધો ભોગ
  2. Ahmedabad Crime : જામીન જમ્પ કરી ફરાર થયેલો કેદી તરુણ ઝડપાયો, સજની હત્યા કેસનો દોષિત વર્ષોથી ફરાર હતો

ABOUT THE AUTHOR

...view details