ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી દુર્ઘટનામાં બ્રિજની દોરી પકડી લેતા 7 વર્ષની બાળકી બચી તો ગઈ પણ માતાપિતાની છત્રછાયા ગુમાવી - sharda vidya mandir school ahmedabad

મોરબીમાં ઝૂલતો પૂલની દુર્ઘટનામાં (Morbi Bridge Collapse) અમદાવાદની એક બાળકીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. માત્ર 7 વર્ષની બાળકી માતાપિતા સાથે મોરબી ગઈ હતી. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે બાળકીએ બ્રિજની દોરી પકડી લેતા તેનો જીવ (Ahmedabad Girl survived in Morbi Bridge Collapse) બચી ગયો હતો.

મોરબી દુર્ઘટનામાં બ્રિજની દોરી પકડી લેતા 7 વર્ષની બાળકી બચી તો ગઈ પણ માતાપિતાની છત્રછાયા ગુમાવી
મોરબી દુર્ઘટનામાં બ્રિજની દોરી પકડી લેતા 7 વર્ષની બાળકી બચી તો ગઈ પણ માતાપિતાની છત્રછાયા ગુમાવી

By

Published : Nov 3, 2022, 4:02 PM IST

અમદાવાદમોરબીમાં 30 ઓક્ટોબરે ઝૂલતો પૂલ તૂટી (Morbi Bridge Collapse) જવાના કારણે 130થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદનો એક પરિવાર પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યો છે. એટલું જ નહીં પરિવારની બાળકીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અમદાવાદના એક પરિવારે પણ પોતાના પરિવારનો ભરણપોષણ કરનાર એકનો એક પુત્ર અને પુત્રવધુને ગુમાવ્યા છે. પરિવાર હવે સરકાર તેમ જ અન્ય સામાજિક સંસ્થા પાસે મદદ કરે તેવી આશા રાખી રહ્યા છે.

પોલીસવાળા ભાઈએ મને બચાવી લીધીઃ હર્ષી7 વર્ષની બાળકી હર્ષીએ પોતાની સામે બનેલી ઘટના જણાવતા જણાવ્યું હતું કે, હું મારા મમ્મી પપ્પા કચ્છથી ફરીને મોરબી મારા ફોઈના ત્યાં આવ્યા હતા. ત્યાંથી હું મારા મમ્મી સાથે મોરબીમાં પુલ જોવા ગયા હતા. ત્યારે તે નદીનું પાણી ખૂબ જ ગંદુ હતું અને પૂર તૂટી જવાથી (Morbi Bridge Collapse) મારા મમ્મી પપ્પા નદીમાં પડી ગયા હતા. મેં મારા હાથે ફૂલની દોરી પકડી રાખી હતી અને પોલીસવાળા ભાઈએ મને બચાવી (Ahmedabad Girl survived in Morbi Bridge Collapse) લીધી અને પછી મારો ભાઈ મને આવીને ત્યાંથી લઈ ગયો હતો.

પોલીસવાળા ભાઈએ મને બચાવી લીધીઃ હર્ષી

દિવાળીના 5 દિવસ વેકેશન ફરવા ગયા હતામૃતક અશોક ચાવડાના પિતા જેસંગભાઈ ચાવડાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારો પૂત્ર અશોક દિવાળીનું વેકેશન (Diwali Vacation 2022) હોવાથી 5 દિવસ માટે કચ્છ ફરવા ગયો હતો. ત્યાંથી મારી મોટી દીકરી મોરબી રહેતી હોવાથી ત્યાં મળવા ગયા હતા. જે દિવસે ઘટના બની તે દિવસે રાત્રે 9 વાગે મોરબીથી અમદાવાદ આવવા નીકળવાના હતા, પરંતુ મારી ભાણી અને ભાણેજે તેમને મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ જોવા માટે લઈ (Morbi Bridge Collapse) ગયા હતા. તે દરમિયાન મારો પુત્ર અશોક, પુત્રવધુ ભાવના, પુત્રી હર્ષી, ભાણેજ કાર્તિક અને ભાણી પૂજા આમ 5 જણા પુલ ઉપર ગયા હતા. અચાનક પૂલ તૂટવાથી મારા ભાણેજને તરતા આવતું હોવાથી તે બહાર નીકળી ગયો હતો. જ્યારે હર્ષી બ્રિજનું દોરડું પકડી પાડતા તે (Morbi Bridge Collapse) બચી ગઈ છે. તો મારા પૂત્ર અને પુત્રવધુ અને ભાણીનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

છેલ્લે 4 વાગે ફોન પર વાત થઈ હતીવધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે અમદાવાદથી સાંજે 4 વાગે અશોકને ફોન કર્યો હતો અને તે કેટલા વાગે અમદાવાદ આવવા નીકળવાના છે. ત્યારે તેણે કહ્યું હતું કે, અમારી રસોઈ બનાવતા નહીં. અમે અહીંયા બહેનને અહીંયા જમીને જવાનું કીધું છે. એટલે અમે અહીંયા રાત્રે જમીને 9 વાગે નીકળીશું અને મોડી રાત સુધીમાં અમદાવાદ પરત આવી જશું, પરંતુ સાંજે 7 વાગ્યાની આસપાસ અમને ભાણેજ કાર્તિકનો ફોન આવ્યો કે, આવી દુર્ઘટના (Morbi Bridge Collapse) બની છે. તો અમે તરત અમદાવાદથી મોરબી જવા નીકળી (Morbi Bridge Collapse) ગયા હતા.

અશોક ચાવડા ખાનગી કંપની નોકરી કરતા હતાતેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારા 5 દીકરા દીકરીઓમાંથી ત્રણ દીકરા છે. આમાંથી અશોક એક ખાનગી કંપનીમાં જોબ કરતો હતો. તેનો પગાર પણ અંદાજિત 20,000 હોવાથી ઘરમાં ભરણપોષણ થઈ શકતું હતું. જ્યારે બીજા અન્ય 2 બાળકો તેનાથી નાના છે. બંને પણ નોકરી કરતા હતા, પરંતુ કોરોના સમયમાં બંનેની નોકરી છીનવાઈ (Ahmedabad Girl survived in Morbi) ગઈ હતી. હાલમાં તે બંને નોકરી ન હોવાથી છૂટક મજૂરી કરી રહ્યા છે. આના કારણે હવે અમારા પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ (Morbi Bridge Collapse) બની રહ્યું છે

દાદાદાદી પર મોટી જવાબદારીજોકે, આ દુર્ઘટનામાં (Morbi Bridge Collapse) 7 વર્ષીય હર્ષીનો આબાદ બચાવ (Ahmedabad Girl survived in Morbi Bridge Collapse) થયો છે, પરંતુ તેણે માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. એટલે હવે તેની સંપૂર્ણ જવાબદારી દાદાદાદી પર આવી ગઈ છે. બીજી તરફ હવે આ પરિવાર નાની બાળકીનો ભણવાનો ખર્ચ, લગ્નનો ખર્ચ કઈ રીતે ઉપાડશે તે ચિંતા સેવાઈ રહી છે. સરકાર દ્વારા જે સહાય આપવામાં આવતી હતી તે આપવામાં આવી છે. પરંતુ પરિવારને કોઈ સામાજિક સંસ્થા આવીને પણ મદદરૂપ થાય તેવી આશા રાખી રહ્યા છે.

શારદા વિદ્યા મંદિરે જવાબદારી ઉપાડી7 વર્ષની બાળકી હર્ષી હાલ શારદા વિદ્યામંદિર (sharda vidya mandir school ahmedabad) જુનિયર કે.જીમાં અભ્યાસ કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં શાળાના સંચાલક અને શિક્ષકો પણ તેમના ઘરે આવીને અશોક ચાવડાના પિતાને પોતે શક્ય બને ત્યાં સુધી મદદરૂપ થવાની ખાતરી આપી છે. સાથે જ હર્ષીને ધોરણ 8 સુધી તમામ અભ્યાસનો ખર્ચ સ્કૂલ દ્વારા માફ કરવામાં આવ્યો છે, જેથી હવે હર્ષીને ધોરણ આઠ સુધી શાળા ફી, પાઠ્યપુસ્તક જેવી તમામ સહાય આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details