અમદાવાદ: સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ વર્ષે શહેરમાં એક પણ પીઓપીની મૂર્તિ બનાવવામાં નહીં આવે. તેમજ એસોસિએશન દરેક ભક્તને આ વર્ષે બે ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવા માટે અપીલ કરશે અને સોસાયટી દીઠ એક જ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે.
કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં સાદગીથી ગણેશ મહોત્સવ ઉજવાશે - ગણેશની માટીની મૂર્તી
કોરોના વાઇરસની મહામારીને કારણે અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ વર્ષે શહેરના ગણેશ મહોત્સવમાં માત્ર માટીની મૂર્તિ જ રાખી શકાશે. તેમજ સાથે સાથે શહેરના પાંચ મોટા પંડાલને પણ અપીલ કરવામાં આવશે કે, આ વર્ષે પંડાલો ન બાંધે અને શહેરના 90થી વધારે કારીગરોને આ વર્ષે તમામ મૂર્તિ માટીની જ તૈયાર કરવા અંગે જાણ કરવામાં આવશે.

અમદાવાદ: કોરોના વાઇરસ મહામારીમાં ગણેશ મહોત્સવ સાદગીથી યોજાશે.
એસો. દ્વારા શહેરના તમામ પંડાલો તેમજ મોટી મોટી સોસાયટીઓને જણાવવામાં આવશે કે, નાની મૂર્તિ બેસાડો તેમજ સ્થળ પર વિસર્જન કરવા અંગે જણાવવામાં આવશે. ખાસ તો આ વર્ષે મહોત્સવમાં સોસાયટી દીઠ એક વ્યક્તિ ગણેશજીની આરતી ઉતારીને સોશિયલ ડિસ્ટન્સ જાળવશે.
આ સાથે કોઈ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે નહીં. તેમજ દર વર્ષે એક સોસાયટીમાં ત્રણથી ચાર જગ્યાએ ગણેશજી બેસાડવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે માત્ર એક સોસાયટીમાં માત્ર એક જ ગણેશજી બેસાડવામાં આવશે.