મેટ્રોના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ ડાયરેક્ટર આનંદ સિંગ ડિસ્ટ્રિક્ટ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીત ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદ મેટ્રો ને ગાંધીનગર મહાત્મા મંદિર સુધી પ્રોજેક્ટ લંબાવવામાં આવ્યો છે. એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવે અને ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીનો મેટ્રો રન શરૂ કરવામાં આવશે. મળેલી માહિતી અનુસાર 20 જેટલા સ્ટેશનમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડશે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો દોડશે:વર્તમાન સમયમાં અમદાવાદના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી મેટ્રો ટ્રેન કાર્યરત થઈ છે. લાખોની સંખ્યામાં દર મહિને મુસાફરો મેટ્રોની સુવિધાનો લાભ લઇ રહ્યા છે. અમદાવાદના મોટેરા સ્ટેશનથી મેટ્રોની સુવિધા વધારવાનું કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. ફેસ ટુની વાત કરવામાં આવે તો મોટેરાથી મહાત્મા મંદિરના 22 કિલોમીટરની મેટ્રોમાં કુલ 20 જેટલા સ્ટેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી ગિફ્ટ સિટી સુધીનો કોરીડર પણ તૈયાર કરવામાં આવશે જે પાંચ કિલોમીટરના મેટ્રોમાં 2 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
'ફેસ ટુમાં શરૂઆતના તબક્કે મોઢેરા સ્ટેડિયમથી 1 સુધીની મેટ્રો સર્વિસ શરૂ કરી દેવામાં આવશે. શરૂઆતમાં તબક્કાની વાત કરવામાં આવે તો મોટેરા સ્ટેડિયમથી કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા, કોબા ગામ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, રાયસન રાંદેસણ, ધોળાકુવા, ઇન્ફોસિટી, અને સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેનની સર્વિસ શરૂ કરવામાં આવશે, ઉપરાંત ગિફ્ટ સિટી સુધી પણ મેટ્રો ટ્રેનની સર્વિસ શરૂ થશે.' -આનંદસિંગ બીસ્ટ, પ્રોજેક્ટ & પ્લાનિંગ ડિરેકટર, મેટ્રો
2024 ડિસેમ્બર સુધીમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો સર્વિસ:અમદાવાદથી આવતા સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા એસટી બસની પોઇન્ટની સુવિધાઓ આપવામાં આવે છે. હવે આવનારા દિવસોમાં મેટ્રોમાં પણ સરકારી કર્મચારી આવી શકે તે માટેની પણ વ્યવસ્થા મેટ્રો દ્વારા કરવામાં આવી છે. આ બાબતે મેટ્રોના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ ડાયરેક્ટર આનંદ સિંગ ડિસ્ટ્રિક્ટ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ચ 2024 સુધીમાં મોટેરા સ્ટેડિયમથી સેક્ટર 1 સુધીની મેટ્રો સેવા કાર્યરત થશે. છેલ્લા અને અંતિમ તબક્કાની વાત કરવામાં આવે તો સેક્ટર 1 થી મહાત્મા મંદિર સુધી ડિસેમ્બર 2024 સુધીમાં મેટ્રો સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવશે.
પીએમ મોદીએ કર્યું હતું ખાતમુહૂર્ત:અમદાવાદ મેટ્રોની 33% કામગીરી બાકી હતી ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી સેકન્ડ ફેઝ માટેનું 18 જાન્યુઆરી 2021 ના દિવસે જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદમાં મેટ્રો ફેઝ 1 શરૂ થયા પછી હવે મેટ્રો ટ્રેન ફેઝ 2 માટે ફ્રેન્ચની એજન્સી 21 ઓક્ટોબર 2022 ના રોજ MoU કરવામાં આવ્યા હતા. આ માટે ફ્રેન્ચ ડેવલપમેન્ટ સમર્થિત એજન્સી દ્વારા 1,700 કરોડ રૂપિયાથી વધુના ધિરાણવાળા એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
- Ahmedabad Metro : આઈપીએલ મેચને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રોની સ્પેશિયલ પેપર ટિકીટ ઉપલબ્ધ બની, ફિક્સ ટિકિટ દર
- Surat News : સુરત મેટ્રો રેલ જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં કામગીરી