ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે દાંડીયાત્રા દિનઃ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ અમદાવાથી શરૂ કરી દાંડી યાત્રા - તુષાર ગાંધી

અમદાવાદમાં વર્ષ 1930માં ગાંધીજી દ્વારા દાંડી યાત્રા યોજવામાં આવી હતી. જેના 90 વર્ષ પૂર્ણ થવા પર સંવિધાનના સમર્થનમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી દ્વારા ફરી એક વખત દાંડી યાત્રા શરૂ કરવામાં આવી. જેમાં જોડાવા તેમણે જાહેર જનતાને પણ આમંત્રણ આપ્યું હતું. આ યાત્રામાં તુષાર ગાંધી સાથે ડો.ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર પણ જોડાયાં હતાં.

અમદાવાદ-ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધી દ્વારા દાંડી યાત્રા શરૂ કરવામાં આવી
અમદાવાદ-ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધી દ્વારા દાંડી યાત્રા શરૂ કરવામાં આવી

By

Published : Mar 12, 2020, 4:25 PM IST

અમદાવાદઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં સીમાચિહ્નરુપ સ્થાન ધરાવનાર દાંડીયાત્રાનો આજનો ઐતિહાસિક દિવસ છે. 1930માં ગાંધીજી દ્વારા દાંડી યાત્રા યોજવામાં આવી હતી. જેના 90 વર્ષ પૂર્ણ થવા પર સંવિધાનના સમર્થનમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી દ્વારા ફરી એક વખત દાંડી યાત્રા શરૂ કરવામાં આવી. જેમાં તેમણે જાહેર જનતાને પણ જોડાવવા આમંત્રણ આપ્યું હતું.આ યાત્રામાં તુષાર ગાંધી સાથે ડો.ભીમરાવ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર પણ જોડાયાં હતાં.

અમદાવાથી શરૂ કરી દાંડી યાત્રા
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સંવિધાનને સમર્થન કરવા માટે દાંડી યાત્રાનું આયોજન કર્યું છે જે ગાંધી આશ્રમથી શરૂ કરવામાં આવી હતી.આ યાત્રાનો ઉદ્શ્ય દેશમાં શાંતિ અને સૌહાર્દય જાળવવાનો છે.તુષાર ગાંધીએ આ અંગે જણાવ્યું હતું કે, આ યાત્રા ખૂબ જ સાદગીપૂર્ણ રીતે યોજવામાં આવી રહી છે. ઉપરાંત યાત્રામાં ડૉ.ભીમરાવ આંબેડકરના વંશજ પ્રકાશ આંબેડકર પણ જોડાયાં છે.. જેનાથી લોકોને એકતાનો પણ સંદેશો મળશે. આ યાત્રામાં ગાંધી આશ્રમના આસપાસ વસતાં લોકો પણ જોડાયાં હતાં.આ યાત્રા 6 એપ્રિલે દાંડી ખાતે પૂર્ણ થશે.

ABOUT THE AUTHOR

...view details