ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : એરપોર્ટમાં નોકરી અપાવવાના નામે બંટી બબલીએ 70 લોકોના પૈસા ખંખેર્યા - અમદાવાદ ક્રાઇમ સમાચાર

અમદાવાદ એરપોર્ટમાં નોકરી આપવાની લાલચ આપીને 70 લોકો સાથે બંટી બબલીએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ બંટી બબલી લોકોને વિશ્વાસમાં લઈને એરપોર્ટની આસપાસ મીટીંગ કરતા હતા. હાલ તો સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ થઈ છે. ત્યારે આ સમગ્ર મામલો બહાર કેવી રીતે આવ્યો જૂઓ વિગતવાર.

Ahmedabad Crime : એરપોર્ટમાં નોકરી અપાવવાના નામે પૈસા પડાવતા બંટી બબલી, 70 લોકોને વિશ્વાસની બાનમાં લીધા
Ahmedabad Crime : એરપોર્ટમાં નોકરી અપાવવાના નામે પૈસા પડાવતા બંટી બબલી, 70 લોકોને વિશ્વાસની બાનમાં લીધા

By

Published : Jul 15, 2023, 7:54 PM IST

અમદાવાદ : એરપોર્ટમાં નોકરી આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક બે નહીં પરંતુ 70 લોકો સાથે આ પ્રકારે ઠગાઈ થઇ હોવાનું સામે આવ્યું છે. માત્ર 3000 રૂપિયામાં ભરીને ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો વિભાગમાં નોકરી મળશે અને પગાર 25 હજાર મળશે, તે પ્રકારનો ફોન કરીને બંટી બબલીએ લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા છે. આ મામલે એરપોર્ટ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદનાં ઓઢવમાં રહેતા 20 વર્ષીય જીગર માલીવાડ સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, ગત પહેલી જાન્યુઆરીના રોજ તેમના મોબાઈલ ફોન પર અજાણ્યા નંબરથી એક ફોન આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટીમાંથી બોલીએ છીએ વ્હાઇટ કોલર નોકરી કરવી છે, તેવું કહીને એરપોર્ટ ઝંડા સર્કલ પાસે મળવા બોલાવ્યા હતા. જ્યારે જીગર માલીવાડ મળવા ગયા, ત્યારે ફોન કરનાર શખ્સ કૃણાલ સૂરીએ પોતાનો પરિચય આપ્યો હતો અને તેમની પત્ની પણ ઇન્ટરનેશલ એરપોર્ટમાં નોકરી કરે છે અને તેજ ઈન્ટરવ્યું લેશે તેવું કહીને વધુ વિશ્વાસમાં લીધા હતા.

70 લોકોને બાનમાં લીધા : બાદ બે વખત આજ પ્રકારે એરપોર્ટની આસપાસ મીટીંગો થઇ હતી અને અન્ય ઠગ કૃણાલે અન્ય મિત્રોને પણ આ નોકરી બાબતે જણાવવાનું કહ્યું હતું. જેથી જીગરભાઈએ પોતાના મિત્રો અને સગા સંબંધીઓને પણ આ નોકરી અંગેની જાણ કરી હતી, જેમાં કૃણાલે કહ્યું હતું કે, પહેલા 2,500 ઓનલાઈન આપવાના રહેશે અને 500 રૂપિયા ઇન્ટરવ્યુના દિવસે રોકડા આપવાના રહેશે. આમ માત્ર 3000 રૂપિયામાં એરપોર્ટમાં નોકરી અપાવવાનો કીમિયો ઠગ બંટી બબલીએ અપનાવીને કુલ 70 લોકો સાથે કુલ 2.10 લાખની ઠગાઇ આચરી હતી.

આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મહિલા આરોપી વોન્ટેડ હોય તેની શોધખોળ ચાલુ છે.- PI આર.આર દેસાઈ (PI, એરપોર્ટ પોલીસ સ્ટેશન)

મોંઘીદાટ હોટલોમાં મિટીગ : ઠગ બંટી-બબલી મોંઘીદાટ હોટલોમાં કામની સમજ આપવા મિટીગ યોજતા હતા. તેમજ બંને ઠગે લોકોને કાર્ગો ડિપાર્ટમેન્ટના આઇકાર્ડ પણ આપ્યા હતા. આ અંગે એરપોર્ટ પોલીસે બંને ઠગ બંટી-બબલી સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે એરપોર્ટ પોલીસે કૃણાલ સુરી અને રેખા શર્મા નામના બંટી બબલીને પકડવા માટે ટીમો કામે લગાડી મુખ્ય આરોપીની ઝડપી પાડ્યો છે.

  1. Ahmedabad Crime : પતિએ પત્નીને નોકરી કરાવવા 3 માસની દીકરીને હરિયાણા મૂકી, એટલી હદે ત્રાસ આપ્યો કે પત્નીએ કરી લીધી આત્મહત્યા
  2. Vadodara Crime : વડોદરામાં ડીઝલ પંપ સંચાલકો સાથે છેતરપિંડીના સંખ્યાબંધ મામલા, ઠગાઇનો ભોગ બનનાર બોલ્યાં
  3. રેલવે સેક્શન ઓફિસરને વિશ્વાસમાં કેળવી 4.91 લાખ કર્યા ટ્રાન્સફર

ABOUT THE AUTHOR

...view details