ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ : ઝારખંડથી મોબાઈલ ચોરી કરવા વિમાન મારફતે આવેલા 4 શખ્સો પોલીસ સકંજામાં - Mobile

વિમાન મારફતે ઝારખંડથી અમદાવાદ મોબાઈલ ચોરી કરવા આવેલી ગેંગને વટવા પોલીસે ઝડપી લીધી છે. વટવા પોલીસે 2 સગીર સહિત 4 આરોપીને ઝડપી 1 લાખ 56 હજારની કિંમતના ચોરીના 18 મોબાઇલ જપ્ત કર્યા છે. હાલ પોલીસે આ ચોરીના મોબાઈલનું ક્યાં અને કોને વેચાણ કરતા હતા કે આ મોબાઈલ અન્ય કોઈ ગુનામાં વાપરતા હતા, તે તરફ તપાસ શરૂ કરી છે.

વટવા પોલીસ સ્ટેશન
વટવા પોલીસ સ્ટેશન

By

Published : Oct 15, 2020, 3:04 AM IST

અમદાવાદ : વિમાન મારફતે ઝારખંડથી અમદાવાદ માત્ર મોબાઈલ ચોરી કરવા આવતી ગેંગ પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. વટવા પોલીસે 2 સગીર સહિત 4 આરોપીને ઝડપી રૂપિયા 1.56 લાખની કિંમતના ચોરીના 18 મોબાઇલ તેમની પાસેથી જપ્ત કર્યા છે. હાલ ચોરીના મોબાઈલ ક્યાં અને કોને વેચતા હતા કે અન્ય આ મોબાઈલનો ઉપયોગ કોઈ ગુનામાં કરતા હતા કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.

ઝારખંડથી મોબાઈલ ચોરી કરવા વિમાન મારફતે આવેલા 4 શખ્સો પોલીસ સકંજામાં

વટવા પોલીસની કસ્ટડીમાં આરોપી દુર્ગાકરમ લોહાર અને વિક્રમ મહતો આવી ગયા છે. જે બન્ને આરોપી પોતાની સાથે 2 સગીર બાળકોને રાખી મોબાઈલ ચોરી કરાવતા હતા. આરોપી ભીડભાડ વાળી જગ્યા પર સગીરોને સાથે રાખી મોબાઈલ ચોરી કરાવી ફરાર થઈ જતા હતા. પોલીસે આરોપી પાસેથી 1.56 લાખના 18 મોબાઇલ કબ્જે કર્યા છે.

પોલીસે આરોપી પાસેથી 1.56 લાખના 18 મોબાઇલ કબ્જે કર્યા

આરોપી ઝારખંડથી વિમાન મારફતે અમદાવાદ ચોરી કરવા આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી આરોપીઓએ આ પહેલા કેટલી ચોરી કરી છે, તેની તપાસ હાથ ધરી છે. ચોરીના ગુનામા ઝડપાયેલા સગીર આરોપી મોબાઈલની ચોરી કરી દુર્ગાકરમ અને વિક્રમને સોંપી દેતા હતા. જે બાદમા બીજો મોબાઈલ ચોરી કરતા હતા, પરંતુ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સગીરને ચોરીના સિમકાર્ડ વિનાના મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતા અન્ય બે આરોપી જમાલપુર પાસેથી રંગેહાથ મોબાઈલ ચોરી કરતા ઝડપાયા હતા. જેમની તપાસ કરતા અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં ચોરી કરાયેલા મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા છે.

પોલીસે ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ ચોરીના મોબાઈલ આરોપી ક્યાં અને કોને વેચતા હતા, તે અંગે તપાસ હાથ ધરી છે. કારણ કે, ઝારખંડ ઓનલાઈન છેતરપિંડીનું એપી સેન્ટર છે. માટે ચોરીના મોબાઈલ અન્ય ગુનામાં ઉપયોગ કરવામાં આવે છે કેમ? તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details