ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા બાદ હાઈકોર્ટની મોટાભાગની 27 બેન્ચ સમક્ષ સુનાવણી શરૂ - Ahmedabad High Court Contentment Zone

ગુજરાત હાઈકોર્ટના જ્યુડિશિયલ વિભાગમાં કામ કરતા કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાઈ હતી જોકે સોમવારે રાબેતા મુજબ 27 બેન્ચ સમક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી છે.

etv bharat
અમદાવાદ : માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કર્યા બાદ, હાઈકોર્ટની 27 બેન્ચ સમક્ષ સુનાવણી શરૂ

By

Published : Jul 13, 2020, 3:33 PM IST

અમદાવાદ: હાઇકોર્ટ કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવ્યાના 5 થી 6 દિવસ બાદ હાઈકોર્ટમાં ફરીવાર 27 બેન્ચ સમક્ષ ઓનલાઈન સુનાવણી શરૂ કરાઈ છે. હાઇકોર્ટના કુલ સાત કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચીફ જસ્ટિસના નિર્દેશથી તમામ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીવાર સુનાવણી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

4 જુલાઈના રોજ હાઈકોર્ટના નવા 6 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 7મી જુલાઈના રોજ મોડી સાંજે હાઈકોર્ટની 8 જુલાઈ થી 10 જુલાઈ સુધીની કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી જેના ભાગરૂપે હાઈકોર્ટ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે અને વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ એવા બેનર મુકવામાં આવ્યા હતા. હાઈકોર્ટના મુખ્ય દ્વાર બહાર આવા પોસ્ટર લગાડવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઇકોર્ટની કમિટી દ્વારા યોજાયેલી બેઠકમાં હાઇકોર્ટને માઈક્રો કન્ટેનમેન્ટ જોન જાહેર કરવામાં આવી હતી. ત્રણથી વધુ કોરોના પોઝિટિવ વ્યક્તિ કોઈ એક જગ્યા પરથી આવે ત્યારે તેને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઇકોર્ટને ગત ગુરુવારે સેનેટાઇઝ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવમાં આવ્યું છે કે 8,9 જુલાઈની તમામ મેટરની સુનાવણી 13 અને 14 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. અગાઉ જ્યુડિશિયલ વિભાગના CFCમાં કામ કરનાર કર્મચારીના કોરોના પોઝિટિવ બાદ અન્ય 6 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટ પરિસરમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે. આ તમામ કર્મચારીઓને મેડિકલ સારવાર લેવાની પણ હાઈકોર્ટ તરફથી ભલામણ કરવામાં આવી છે. હાઇકોર્ટની રજીસ્ટ્રીએ કોરોના પોઝિટિવ વ્યક્તિની સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ ક્વોરન્ટાઇન અને ડોક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details