ગુજરાત

gujarat

ETV Bharat / state

અંતરિક્ષમાં જનાર સૌ પ્રથમ ફુલ કોલંચો, જાણો વિશેષતા... - first plant sent into space

અમદાવાદમાં શરૂ થયેલા ફ્લાવર શોમાં (ahmedabad flower show 2023) વિવિધ પ્રકારના ફૂલો અને રંગબેરંગી ફુલો લોકોનું મન મોહી રહ્યા છે. ફ્લાવર શોમાં કોઈ ફુલો સૌનું મન લુભાવતા હોય તો તે કાલાંચો (Kalanchoe flower attaract people) છે. અવકાશમાં મોકલવામાં આવેલ સૌ પ્રથમ છોડ પૈકીની એક હતો. આવો જાણીએ તેની વિશેષતા વિશે.. (Kalanchoe first flower sent into space)

મોટી મોટી હોટલ્સ, રેસ્ટોરન્ટ, સજાવટ અને ગાર્ડનિંગમાં વિશેષ પ્રકારે ઉપયોગ થાય છે.
મોટી મોટી હોટલ્સ, રેસ્ટોરન્ટ, સજાવટ અને ગાર્ડનિંગમાં વિશેષ પ્રકારે ઉપયોગ થાય છે.

By

Published : Jan 3, 2023, 8:45 PM IST

મોટી મોટી હોટલ્સ, રેસ્ટોરન્ટ, સજાવટ અને ગાર્ડનિંગમાં વિશેષ પ્રકારે ઉપયોગ થાય છે.

અમદાવાદમાં ફ્લાવર શો 2023 (ahmedabad flower show 2023) શરૂ થઈ ગયો છે. લાખો પ્રવાસીઓ અત્યાર સુધી તેની મુલાકાત લઈ ચૂક્યા છે. વિવિધ પ્રકારના ફૂલો અને રંગબેરંગી ફુલો લોકોનું મન મોહી રહ્યા છે. ત્યારે ફ્લાવર શોમાં કાલાંચો ફુલોએ ખાસ ધ્યાન (Kalanchoe flower attaract people) ખેંચ્યું છે.

દેશ-વિદેશોમાં ખૂબ જ માંગ:કાલાંચો ફૂલો દેખાવમાં આપણા દેશી ગુલાબ જેવા અને ચાઈનીઝ ગુલાબ જેવા લાગે છે. તેમના વિવિધ રંગોની દેશ-વિદેશોમાં તેની ખૂબ જ માંગ છે. કાલાંચો એ 125 જેટલી વિવિધ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે કાલાંચો ને મોટાભાગના દિવસમાં છથી આઠ કલાક સૂર્યપ્રકાશની જરૂર પડે છે. તેમજ વધારે છાયાની પણ જરૂર પડે છે.

કાલાંચો ફૂલો દેખાવમાં આપણા દેશી ગુલાબ જેવા અને ચાઈનીઝ ગુલાબ જેવા લાગે છે

અવકાશમાં મોકલવામાં આવેલ સૌ પ્રથમ છોડ: કાલાંચો એ મોટે ભાગે શોપિસ તરીકે મોટી મોટી હોટલ્સ, રેસ્ટોરન્ટ, સજાવટ અને ગાર્ડનિંગમાં વિશેષ પ્રકારે ઉપયોગ થાય છે. કાલાંચોની અત્યારે બજારમાં ખૂબ જ માંગ છે. કારણ કે આ છોડ એક પ્રકારનું સ્ટેટસ સિમ્બોલ તરીકે પણ ગણાય છે. જેનાથી ઘરની શોભા વધારવામાં ઉપયોગ થાય છે. આ સાથે જ મહત્વનું છે કે આ કાલાંચો વર્ષ 1979માં અવકાશમાં મોકલવામાં આવેલ સૌ પ્રથમ છોડ પૈકીનો એક હતો. આ છોડ મૂળ ચીન, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં છે અને ખાસ કરીને મેડાગાસ્કરમાં વ્યાપક છે.

આ પણ વાંચો:અમદાવાદમાં ફ્લાવર-શોની ખાસ વિશેષતા

ફૂલ છોડના એક્સપર્ટ પ્રવીણભાઈ ચૌધરીએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, કાલાંચો એ આજકાલ સૌના ઘરોમાં જોવા મળતો એક વિશેષ પ્રકારનો છોડ છે. જેમાં લાલ, લીલો, પીળો ગુલાબી વિવિધ પ્રકારના રંગો હોવાથી દેખાવમાં આકર્ષક અને લોકોના મનને તાજગી આપે એવા આ ફૂલો હોય છે.

આ પણ વાંચો: રણના ગુલાબ તરીકે ઓળખાતા એડિનિયમનો છોડ બન્યો ફ્લાવર શોમાં હોટ ફેવરીટ

જી-20ની થીમ ઉપર ફલાવર શોનું આયોજન:આ વર્ષે અમદાવાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને જી-20ની થીમ ઉપર ફલાવર શોનું આયોજન કરાયું છે. 35 લાખના ખર્ચથી શરૂ કરવામાં આવેલા ફલાવર શો પાછળ આ વર્ષે 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અલગ અલગ વીસ સ્થળે સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા છે. જુદી-જુદી સાઈઝના ફલાવર ટાવર, મહેંદીમાંથી બનાવેલી ઓલિમ્પિક રમતોના સ્કલ્પચરની સાથે બસો ફુટ લાંબી ગ્રીન વોલ, ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તેમજ અલગ અલગ રંગના ફલાવર રોલના સ્કલ્પચર,બોલ તથા ડોલ્ફિન પણ લોકો માટે આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. ઉપરાંત કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફલાવર શોમાં તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત કરાયું છે.

ABOUT THE AUTHOR

...view details