અમદાવાદ: રાજયના સતત તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગરમી એટલા પ્રમાણમાં પડે છે કે કોઇ પણ જગ્યાએ આગ લાગી જાઇ છે. તેની સામે ફાયર વિભાગ અમદાવાદની સેવા કરવા સતત હાજર જોવા મળી રહ્યું છે. માત્ર 24 દિવસમાં 439 કોલ મળ્યા છે. સામે સવાલ એ પણ થાય છે કે, ફાયર વિભાગના યંત્રોની જેમ ફોનને પણ લોઢા પર કાટ ચડે એમ કાટ નથી લાગ્યો ને? કારણ કે ઘણી વાર ચોંકાવનારી માહિતી સામે આવે છે.
આગ લાગવાની ઘટનાઓ:છેલ્લા એક મહિનામાં અમદાવાદ શહેરની અંદર ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મે મહિનાના અંદાજિત 20 દિવસ સુધી ગરમી 43 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું હતું. જેના કારણે અનેક જગ્યાઓએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં ફાયર વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની મોટી જાનહાની ન થાય તે પ્રમાણે ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. માત્ર 24 દિવસમાં ફાયર વિભાગને આગ લાગવાના 197 કોલ પ્રાપ્ત થયા હતા.
"ફાયર વિભાગ અમદાવાદ શહેરમાં તેમજ અમદાવાદ શહેરની આસપાસ લાગતા આગ બનાવો તેમજ ઈમરજન્સી સેવા માટે સેવા પૂરી પાડી રહી છે. ફાયર વિભાગને મે મહિનાના 24 દિવસ સુધીમાં જ અમદાવાદ શહેરમાં નાની મોટી આગના કુલ 202 જેટલા આગ લાગવાના કોલ મળ્યા હતા. જેમાં અમદાવાદ શહેરની અંદર 197 તેમજ અમદાવાદ શહેરની બહાર 5 કોલ પ્રાપ્ત થયા હતા. જ્યારે એપ્રિલ માસની વાત કરવામાં આવે તો કુલ 241 કોલ પ્રાપ્ત થયા હતા. જેમાંથી અમદાવાદ શહેરમાં 232 અને અમદાવાદ શહેરની બહાર 9 કોલ આગના લાગી હોવાના સમાચાર મળ્યા હતા"--જયેશ ખડિયા (ચીફ ફાયર ઓફિસર)
બચાવના 234 કોલ આવ્યા:વધુમાં જણાવ્યું હતું કે, ફાયર વિભાગ માત્ર આગળ જ નહીં પરંતુ બીજી અન્ય રેસ્ક્યુ કામગીરી પણ કરતી હોય છે. જેમાં ઝાડ પડવા કે પછી ડ્રેનેજમાંથી કોઈ પડી જતા રેસક્યું કરી તેમને બહાર કાઢવા, મકાન પડીને ગયું હોય તેમની બચાવ કામગીરીમાં રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢવા જેવા કામો પણ ફાયર વિભાગ જ કરતું હોય છે. જે સંદર્ભમાં એપ્રિલ મહિનામાં 360 જેટલા કોલ બચાવ કામગીરીના આવ્યા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 361 અને અમદાવાદ શહેરની બહાર 1 કોલ પ્રાપ્ત થયો હતો. જ્યારે મે મહિનાના 24 તારીખ સુધીમાં અમદાવાદ શહેરની અંદર 234 અને અમદાવાદ શહેરની બહાર 3 એમ કુલ મળીને 237 જેટલા બચાવના કોલ પ્રાપ્ત થયા હતા.
બાપુનગર સૌથી મોટી કામગીરી: મે મહિનામાં સૌથી પીસળ આગ બાપુનગર નજીક આવેલા અનિલ સ્ટાર્ચ મિલ કમ્પાઉન્ડમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. જે મે મહિનાની સૌથી મોટી ઘટના કહી શકાય છે. જે આગ લાગતા આજુબાજુના વિસ્તારો પણ ખાલી કરવામાં આવ્યા હતા. આગ લાગુ કરવા માટે ફાયર વિભાગ દ્વારા રેબોટિક સિસ્ટમથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આગમાં અંદાજિત 20 જેટલી દુકાનો ચપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા અને મેજર કોલ જાહેર કર્યો હતો અને મહા મહેનત બાદ આ આગ પર કાબુ મેળવ્યો હતો.
- Ahmedabad Metro : આઈપીએલ મેચને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રોની સ્પેશિયલ પેપર ટિકીટ ઉપલબ્ધ બની, ફિક્સ ટિકિટ દર
- Ahmedabad news: 15 જૂન પહેલા તમામ રોડનું બાકી કામ પૂર્ણ કરી દેવાની AMC ની સૂચના
- Ahmedabad News: AMC મેયર આપી શહેરના રસ્તા પર પડતા ભુવાની વ્યાખ્યા