અમદાવાદમાં HSRP નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને કરાયો દંડ - અમદાવાદમાં HSRP નંબર પ્લેટ
અમદાવાદઃ 23 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોના નંબર પ્લેટને લઈને ડ્રાઈવ યોજવામાં આવી છે. જેમાં HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને દંડવામાં આવ્યા હતા.
![અમદાવાદમાં HSRP નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને કરાયો દંડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5153138-thumbnail-3x2-hh.jpg)
અમદાવાદ
શહેરના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા નંબર પ્લેટને લઈને ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. .ફેન્સી નંબર પ્લેટ, તૂટેલી નંબર પ્લેટ અને વિના નંબર પ્લેટના વાહનો ચાલકોને દંડવામાં આવ્યા હતા. જે વાહન ચાલકો પાસે HSRP નંબર પ્લેટની RTOની એપોઇન્ટમેન્ટ હતી તેમને દંડવામાં આવ્યા ન હતા. ટુ વ્હીલર ચાલકોને 300 રૂપિયા, થ્રિ વ્હીલર ચાલકોને 400 અને ફોર વ્હીલર ચાલકોને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
અમદાવાદમાં HSRP નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને કરાયો દંડ