ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : પિતાએ 4 વર્ષ સુધી સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ, લગ્ન બાદ પણ પીછો ન છોડ્યો - વેજલપુર પોલીસ

અમદાવાદમાં પિતાએ પોતાની દીકરીને 4 વર્ષ સુધી હવસનો શિકાર બનાવી છે. દીકરીના લગ્ન થયા ગયા બાદમાં પણ પિતા દીકરીના સાસરિયામાં જઈને ધમકીઓ આપી શારીરિક સંબંધ બાંધવા જબરદસ્તી કરતો હતો. એટલું જ નહી જો પુત્રી મનાઈ કરે તો ગુપ્ત ભાગોએ લાતો મારતો હતો. ત્યારે અંતે પુત્રીએ કંટાળીને પોલીસને જાણ કરતા પિતાની અટકાયત કરવામાં આવી છે.

Ahmedabad Crime : પિતાએ 4 વર્ષ સુધી સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ, લગ્ન બાદ પણ પીછો ન છોડ્યો
Ahmedabad Crime : પિતાએ 4 વર્ષ સુધી સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ, લગ્ન બાદ પણ પીછો ન છોડ્યો

By

Published : Jun 3, 2023, 8:10 PM IST

ફતેવાડીમાં નરાધમ પિતાએ દીકરીને 4 વર્ષ સુધી બનાવી હવસનો શિકાર

અમદાવાદ :વેજલપુર વિસ્તારમાં પિતા અને દીકરીના સંબંધોને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. એક સગા બાપે તેની સગી દીકરી પર દુષ્કર્મ ગુજારી બાપ દીકરીના સંબંધને લાંછન લગાડ્યું છે. પિતાએ હદ તો ત્યારે વટાવી નાખી જ્યારે દીકરીના લગ્ન બાદ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો રહ્યો હતો. અંતે પીડિત દીકરીએ પિતાના ત્રાસથી કંટાળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે.

શું હતો સમગ્ર મામલો : હાલ ફતેહવાડીમાં રહેતી 20 વર્ષીય યુવતીના સાતેક માસ પહેલા ગોમતીપુરના એક યુવક સાથે લગ્ન થયા હતા. ચારેક વર્ષ પહેલા તે સગીરા અવસ્થામાં હતી, ત્યારે સ્કુલમાં વેકેશન પડ્યું હતું. ત્યારે ઘરમાં રાત્રે પરિવારજનો સૂતા હતા. આ યુવતી રૂમમાં સૂતી હતી ત્યારે જ તેના પિતા રૂમમાં આવ્યા અને પુત્રીના ચહેરા તેમજ શરીરના ગુપ્ત ભાગો પર હાથ ફેરવી ચુંબન કરવા જતા યુવતી ગભરાતા જ તે જાગી ગઇ હતી. તેણે તેના પિતાને રોકીને "અબ્બા યે ક્યા કર રહે હો" તેવું પૂછતા પિતાએ "મેં કુછ ગલત નહિ કર રહા, ઔર તુ યે બાત કીસીકો બતાયેગી તો તેરા કોઇ યકીન ભી નહિ કરેગા ઔર તેરી મા ઔર તેરી બહેન તુજે ઘરસે નિકાલ દેગી, તુ મુજે યે કરને નહીં દેગી તો તેરી છોટી બહેનો કે સાથ ભી યે સબ કરૂંગા" તેવી ધમકી આપી હતી. એક તરફ પિતાની ધમકીથી પુત્રી ડરી ગઇ હતી ત્યાં પિતાએ દુષ્કર્મ આચર્યું હતું.

અત્યાચાર સહન કરતી દીકરી : બાદમાં અવાર નવાર પિતાએ આ પુત્રીને તેની નાની બહેનો સાથે શારીરિક સંબંધ બાંધવાની ધમકીઓ આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. નાની બહેનોની ચિંતા કરી યુવતી પિતાનો આ અત્યાચાર સહન કરતી હતી. ત્યારબાદ પુત્રી પુખ્ત વયની થતાં પિતાએ તેના લગ્ન કરાવી દીધા હતા.

શારીરિક સંબંધ બાંધવા જબરદસ્તી : લગ્ન થયા બાદ આ નરાધમ પિતા પુત્રીના સાસરે ગયો અને ત્યાં અગાઉની માફક જ ધમકીઓ આપી શારીરિક સંબંધ બાંધવા જબરદસ્તી કરતો હતો. જો કે યુવતીએ તેના નરાધમ પિતાને મનાઈ કરતા પિતાએ અપશબ્દો બોલી પુત્રીને ગુપ્ત ભાગોએ લાતો મારી હતી. બાદમાં પિતા વારંવાર પુત્રીને પિયર રહેવા માટે જમાઇને કહેતા હતા પણ પુત્રી ડરના કારણે પિયર જવા મનાઇ કરતી હતી. તેવામાં પવિત્ર રમઝાન માસમાં દોઢ મહિનો આ યુવતી પિયરમાં રોકાઇ હતી.

દીકરી આખરે કંટાળી :આ નરાધમ પિતા તેની પુત્રીને શાહીબાગ ખાતે એક માનસિક રોગના ડોક્ટર પાસે કાઉન્સેલિંગ માટે લઇ ગયો હતો. ઘરે પરત આવ્યા બાદ પવિત્ર પાંચમા રોઝા સુધી પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતી સાસરે રહેવા જતા ફરી તે ડિપ્રેશનમાં આવી જતાં તેણે તેની નણંદ સહિતના લોકોને આ ઘટનાની જાણ કરતા આખરે નરાધમ પિતાથી કંટાળી ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે પિતાની ધરપકડ કરી છે.

યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે, હાલ આરોપીની સામે પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. સાથે જ તેની વધુ પૂછપરછ હાથ ધરવામા આવી છે.- કે.બી. રાજવી (વેજલપુર પોલીસ સ્ટેશનના PI)

યુવતીની માતાને પેરાલીસીસ : પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, ફરિયાદી યુવતીની માતાને પેરાલીસીસ હોય જેના કારણે તે હલનચલન ન કરી શકતા હોય અને હોસ્પિટલમાં અવારનવાર સારવાર માટે લઈ જવામાં આવતા હોય છે. પાંચ બહેનોમાં તેના કરતાં મોટી એક બહેન અને અન્ય બહેનો તેના કરતાં નાની હતી.

  1. Surat Crime News : સુરતમાં મિત્રએ જ મિત્રની પત્નીના ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી દુષ્કર્મ આચર્યું, બ્લેકમેલ કરી પડાવ્યા પૈસા
  2. Ahmedabad Crime News : અમદાવાદમાં યુવતી માતાનું મંગળસૂત્ર લઈને ભાગી, પ્રેમ સંબંધમાં યુવક અને મિત્રએ હવસ સંતોષી
  3. Vadodara Crime : હાઈ પ્રોફાઈલ CA દુષ્કર્મના કેસમાં નવો વળાંક, ફરિયાદી હોસ્ટાઈલ જાહેર

ABOUT THE AUTHOR

...view details