ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Fatal Accident: મિત્રનો જન્મદિવસ ઉજવીને નીકળ્યા, ઇજાગ્રસ્તોને બચાવવા જતા પોતે પણ મોતને ભેટ્યો - Ahmedabad Fatal Accident

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર વહેલી સવારથી અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. આ અકસ્માતમા લોકોએ પોતાના પરિવારનો ગુમાવ્યા છે. 23 વર્ષનો કૃણાલ પણ બચાવવા જતાં તેનું મોત થયું હતું. જે પોતે તેના મિત્રોના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ નીકળ્યા હતા અને રસ્તામાં અકસ્માત થયેલો જોતા જ બચાવવા માટે જતા અન્ય આવતી કારે તેને હડફેટમાં લીધો હતો.

ahmedabad-fatal-accident-23-year-old-krunal-also-died-while-trying-to-save-him
ahmedabad-fatal-accident-23-year-old-krunal-also-died-while-trying-to-save-him

By

Published : Jul 20, 2023, 6:00 PM IST

બચાવવા જતા પોતે મોતને ભેટ્યા

અમદાવાદ:આજે વહેલી સવારે અમદાવાદ શહેરના લોકો ઘોર નિંદ્રામાં સુઈ રહ્યા હતા તે સમયે ઇસ્કોન બ્રિજ ઉપર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેની અંદર 9 જેટલા લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત થયા હતા. ઘણા લોકોએ પોતાના પરિવારના સ્વજનો ગુમાવ્યા છે.

'મારા ભાઈ નટવરભાઈને બે દીકરા અને એક દીકરી છે. કૃણાલ પિતાએ બોટાદમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ પૂરું કરે છે. પરંતુ કૃણાલ તે ઘરમાં સૌથી વ્હાલો દીકરો હતો. ગત વર્ષે તેનો અભ્યાસ પૂર્ણ થયો હતો. તે બે મહિના પહેલા જ વાસણા ખાતે આવેલ પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી હતી. કૃણાલે નોકરી શરૂ થવાથી જ પરિવારના લોકો પણ ખૂબ જ ખુશ હતા.'-મહેશ પટેલ, મૃતકના મામા

જન્મદિવસ ઉજવીને નીકળ્યા અને થયો અકસ્માત:કૃણાલના કાકાએ જણાવ્યું કે, કૃણાલ તેના મિત્રના જન્મદિવસની ઉજવણી કરીને પરત આવી રહ્યો હતો, ત્યારે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત થયેલો જોતા જ તે અને તેના મિત્રો બચાવવા માટે તે સ્થળે પહોંચ્યા હતા. પાછળથી આવતી પુર ઝડપી ગાડીએ કૃણાલને પણ ચપેટમાં લેતા જ તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. મને જાણ થતા જ હું પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પૈસા નહીં સ્વજન પરત આપો:વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 4 લાખની સહાય કરવામાં આવી છે. જેને અમે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હતું. તે બાળક આજે પોતાના પગ પર ઉભા થયાના બે જ મહિના થયા હતા. અમે સરકાર પાસે મદદ કે સહાય માંગતા નથી પરંતુ જે પરિવાર એ પોતાનો વ્હાલ સોયો દીકરો ગુમાવ્યો છે. તે પરત લાવી શકતી હોય તો તેના માટે અમે સરકારને સામેથી 8 લાખ રૂપિયા આપવા તૈયાર છીએ. સરકાર પાસે અમે એ જ આશા રાખીએ છીએ કે જે પણ ગાડી ચાલક હતો તેને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

  1. Ahemadabad Accident: આંખના પલકારામાં નીકળી ગઈ કાર, અકસ્માત થયો કેમેરામાં કેદ
  2. Ahmedabad Fatal Accident: ગૃહ પ્રધાને કહ્યું, અકસ્માત કેસમાં SITની રચના કરી તપાસ શશે

ABOUT THE AUTHOR

...view details