અમદાવાદ : આમ તો પોલીસ બનવાના હર કોઈ યુવકોનાં સપના હોય છે. પણ જે પોલીસ નથી બની શકતા તેવા કેટલાય લોકો નકલી પોલીસ બની લોકો પર રોફ જમાવતા હોય છે. આવા નકલી પોલીસ બની ફરતા લોકો અસલી પોલીસના હાથે પકડાઈ જવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ ગીતા મંદિર ST સ્ટેન્ડ બહાર નકલી PSI બની રોફ જમાવતો અને પૈસા પડાવતો નકલી પોલીસ પકડાયો છે.
આરોપીના મામા અને મોટાભાઈ પોલીસમાં :અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ બહાર રિક્ષા અને લારી ગલ્લાઓ પર નકલી પોલીસ બનીને અશોક ચૌધરી નામનો શખ્સ રોફ જમાવતો હતો. આરોપી અશોક ચૌધરી બનાસકાંઠાના વાવ તાલુકાના રહેવાસી છે. તેઓ ફક્ત 10 ધોરણ પાસ છે. પરંતુ અશોક ચૌધરીનો મોટો ભાઈ તેમજ મામા SRP તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસમાં નોકરી કરે છે. જેથી અશોક ચૌધરીને પોલીસ બનવાની ઈચ્છા હતી. જેથી તે નકલી PSI બની ફરતો અને રોફ જમાવતો હતો. ત્યારે ગીતામંદિર પોલીસને નકલી PSIની વાત ધ્યાને આવતા અશોક ચૌધરીની ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચો :Mahisagar Crime નકલી પોલીસ બનીને રોફ જમાવતા આરોપીને અસલી પોલીસે ચખાડી મજા