ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: જમીન કૌભાંડમાં 11 સામે ગુનો નોંધાતા 4ની ધરપકડ, ભૂમાફિયા કનુ ભરવાડનું નામ આવ્યું સામે - Land Scam Froud Accused Kanu Bharvad

ભુમાફિયા કનુ ભરવાડ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આરોપી કનુ ભરવાડે કરોડો રૂપિયાની જમીન પોતાના વેવાઈ સાથે મળીને જમીન દલાલ સાથે દોઢ કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હતી, જેમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી 3 જમીનમાલિક સહિત 1 દલાલની ધરપકડ કરી છે.

Ahmedabad Crime: જમીન કૌભાંડમાં 11 સામે ગુનો નોંધાતા 4ની ધરપકડ, ભૂમાફિયા કનુ ભરવાડનું નામ આવ્યું સામે
Ahmedabad Crime: જમીન કૌભાંડમાં 11 સામે ગુનો નોંધાતા 4ની ધરપકડ, ભૂમાફિયા કનુ ભરવાડનું નામ આવ્યું સામે

By

Published : Mar 4, 2023, 8:12 PM IST

કનુ ભરવાડને પકડવાની કવાયત શરૂ

અમદાવાદઃશહેરમાં ભૂમાફિયાઓને ડામવા પોલીસ સતત કામગીરી કરી રહી છે. તેવામાં ભૂમાફિયા કનુ ભરવાડ ફરી ચર્ચામાં આવ્યો છે. તેની સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આર્થિક ગુના નિવારણ શાખાએ આ મામલે ભરતસિંહ ચૌહાણ, બળવંતસિંહ ચૌહાણ, દિવાનસિંહ ચૌહાણ અને બળદેવ ભરવાડની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ સહિત 11 શખ્સો સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ100 Crore Land Scam: ક્રાઈમબ્રાન્ચ ફોર્મમાં, આરોપી સાથે દસ્તાવેજ કરનારા ગ્રાહકોને દબાણ દૂર કરવા નોટિસ

ભૂમાફિયાની છેતરપિંડીઃ પીપળજમાં આવેલી સરવે નંબર 67વાળી જમીનમાં 9 જમીનમાલિક પાસેથી ભુમાફિયાએ કનુ ભરવાડે વિશ્વાસમાં લઈ 81 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ તેનાં વેવાઈ બળદેવ ભરવાડના નામે બાનાખત અને દસ્તાવેજ કરાવી લીધો હતો. જે જમીન ખરીદી માટે ફરિયાદી મુસ્તાક પાસેથી 1.50 કરોડ રૂપિયા કનુ ભરવાડે લીધા હતા અને તે જ જમીન પોતાના વેવાઈના નામે દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી હતી.

નામ લખ્યા વગર ભૂમાફિયા કરતો કૌભાંડઃ ભુમાફિયા કનુ ભરવાડ સામે અત્યાર સુધીમાં કુલ 19 જેટલા આ જ પ્રકારના ગુના અલગઅલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. કનુ ભરવાડ જમીનના દસ્તાવેજ પર કોઈ પણ જગ્યાએ પોતાનું નામ કે સહી કર્યા વિના જમીનોના કૌભાંડ આચરતો હતો. અને આ જ રીતે પીપળજની જમીન વેચવાના નામે ફરિયાદી મુસ્તાક પાસેથી દોઢ કરોડ મેળવ્યા હતા અને તેની અવેજમાં 30-30 લાખના 5 ચેક મુસ્તાકને આપ્યા હતા. બાદમાં જમીન અન્યને વેચીને ફરિયાદીને જમીન કે પૈસા પરત ન આપીને સમાધાન કરાર પણ કર્યું હતું.

પોલીસે શરૂ કરી અન્ય આરોપીની શોધખોળઃ કનુ ભરવાડે ફરિયાદીને સારી જમીન અપાવવાની અથવા તો દોઢ કરોડ રૂપિયાનું સારું વળતર ચૂકવવાની વાત કરી હતી. જોકે, ચેક રિટર્ન થતાં મામલો પોલીસે સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેની તપાસ બાદ આર્થિક ગુના નિવારણ શાખાએ ચાર આરોપી ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

કનુ ભરવાડને પકડવાની કવાયત શરૂઃ આ મામલે હાલ મૂળ જમીન માલિક આરોપી બની ગયા છે. કારણ કે, 2 વર્ષના સમયગાળામાં મુખ્ય આરોપી કનુ ભરવાડે જમીન બળદેવ ભરવાડ, વાસુદેવ અગ્રવાલ અને મનીષ ઠક્કરના નામે અલગ અલગ સમયે વેચાણ આપી દસ્તાવેજ કર્યા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ ફરિયાદીના રૂપિયા કનુ ભરવાડ સહિત જમીનમાલિકો પાસે હોવાથી આ ગુનામાં તેમને આરોપી બન્યા છે. હાલ તો જમીન કૌભાંડના કેસમાં કનુ ભરવાડ સેન્ટ્રલ જેલમાં બંધ હોવાથી તેને ટ્રાન્સફર વોરન્ટથી પકડવા કવાયત આર્થિક ગુના નિવારણ શાખાએ હાથ ધરી છે.

આ પણ વાંચોઃVadodara News : વ્હાઈટ હાઉસ પર દબાણનું બુલડોઝર તંત્રએ રોકી દીધું, પુત્રએ હાઈકોર્ટે સ્ટે આપ્યાનો કર્યો દાવો

અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પડાયાઃ આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાના PI એચ. વી. રાવલે જણાવ્યું હતું કે, આ અંગે ગુનો દાખલ કરી 2 અલગ અલગ ટીમ બનાવી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કનુ ભરવાડે ફરિયાદીને આપેલા ચેકના આધારે તેની દ્વારા કરવામાં આવેલા કૌભાંડને લઈને વધુ તપાસ અને અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details