તહેવારની ભીડમાં નકલી નોટ વટાવવા નીકળેલા મહિલા સહિત 3 ઝડપાયા અમદાવાદ :શહેરમાંથી તહેવારની ખરીદીમાં ભીડનો લાભ લઈને નકલી નોટો વટાવવા માટે નીકળેલા મહિલા સહિતના ત્રણ લોકો ઝડપાયા છે. દાણીલીમડા વિસ્તારમાંથી પોલીસે આ મામલે નકલી ચલણી નોટો સાથે આરોપીઓને પકડી પાડ્યા છે.
બનાવટી ચલણી નોટ : દાણીલીમડા પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર સલીમ મિયા શેખ, ઇમરાન ખાન પઠાણ અને જોહરાબીબી પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ શુક્રવારે રાતના સમયે મોહરમ દરમિયાન બજારમાં રહેલી ભીડનો લાભ લઈ બનાવટી ચલણી નોટો માર્કેટમાં ઘુસાડવાની ફિરાકમાં હતા. જોકે, પોલીસને તે અંગે બાતમી મળતા આરોપીઓ પાસેથી 100 ના દરની સાત નોટ તથા 500 ના દરની 34 કુલ 2400 રૂપિયાની બનાવટી નોટો કબજે કરી છે. જે અંગે પોલીસે તપાસ કરતા આરોપીઓ ભીડ અને અંધારાના લાભ લઈ નાની નોટ બજારમાં વાપરવાની ફિરાકમાં હતા. જોકે, વેપારીને નકલી નોટ હાથમાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે પોલીસની બાતમી મળતા જ ત્રણેય આરોપીઓને ઝડપી નકલી નોટ કબ્જે લેવામાં આવી છે. આરોપીઓએ વટવામાં ઘરે પ્રિન્ટરમાં આ નોટો છાપી હતી. તહેવારમાં રાત્રી દરમિયાન ભીડ હોય જેથી નકલી નોટો બજારમાં ચાલી જાય છે કે કેમ તે અંગે ટ્રાયલ કરવા માટે જ નિકળ્યા હતા. આરોપીઓ મજૂર કામ કરે છે. હાલ વધુ તપાસ ચાલુ છે.-- જી.જે. રાવત (PI, દાણીલીમડા પોલીસ સ્ટેશન)
તહેવારને તક બનાવી : ઝડપાયેલા ત્રણેય આરોપીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપીઓએ ઇમરાન પઠાણ નામના આરોપીના વટવાના મકાનમાં આ બનાવટી નોટ છાપી હતી. આરોપીઓએ બનાવટી નોટ છાપવા માટે ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કર્યો હતો. તેઓએ કેવી રીતે નોટ બનાવી શકાય તે અંગેની માહિતી પણ મેળવી હતી. ત્યારબાદ આ નોટો બનાવી તેને વાપરવા બજારમાં નીકળ્યા હતા. આરોપીઓએ મહિલાને સાથે એટલા માટે રાખી હતી કે, વ્યાપારીઓને શંકા ન જાય કે તેઓ બનાવટી નોટો લઈને ફરી રહ્યા છે.
નોટ ક્યાં છાપી ? ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે, આરોપીઓએ માત્ર ટ્રાયલ લેવા માટે આ નોટ છાપી હતી. જો તેમને સફળતા મળતી તો તેઓ વધુ નોટો છાપવાના હતા. લોકોને શંકા ન જાય તે માટે 500 ના બદલે 100 અને 50 રૂપિયાની નકલી નોટો પ્રિન્ટરમાં છાપી હતી. પરંતુ તેઓ પોતાના મનસુબામાં સફળ થાય તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા હતા. પોલીસે આ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- Fake Notes Scam: 'ફર્ઝી'નું અમલીકરણ? નકલી નોટ બનાવાનું કૌભાંડ ઝડપાયું, 4ની ધરપકડ
- Ahmedabad news : તંત્ર એ સ્વીકાર્યું, શહેરમાં આવે છે પ્રદૂષિત પીવાનું પાણી, ત્રણ ટાંકી લીકેજ