પોલીસ કંટ્રોલ રૂમને મોડીરાત્રે મેસેજ મળ્યો હતો કે, એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલ પાસે એક શખ્સ દારૂ પીધેલો છે. જેથી સોલા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI ડી.એચ. ગઢવી ત્યાં પહોંચ્યા હતા. દારૂ પીધેલા શખ્સે પોતાની ઓળખ PI તરીકે આપતા તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની પૂછપરછ કરતા પોતે દારૂ પીધેલી હાલતમાં જણાવ્યું હતું કે, એમ.એચ. યાદવ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ PI તરીકે ફરજ બજાવું છું.
ઇન્ચાર્જ PI યાદવે કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી અને ઈનવે સ્કવોડમાં પડેલું લેપટોપ તોડ્યું હતું. સોલા પોલીસે PI યાદવની દારૂના કેસમાં તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટ બદલ ગૂનો નોંધી તેમની ધરપકડ કરી છે.
અમદાવાદ:દારૂના નશામાં PIએ જ PIને જાનથી મારી નાખવાની ધમકી આપી અટકાયત કર્યા બાદ પોલીસ સ્ટેશન લાવતા આરોપી PIએ ધમકી આપતા કહ્યું કે, ‘જાડેજા તને તો હું જાનથી મારી નાખીશ. તમે કઈ રીતે નોકરી કરો છો તે હું જોઈ લઈશ. રાણા તને તો હું છોડીશ નહીં, PI ગઢવીને તું મને પોલીસ સ્ટેશન લઈ આવ્યો છે, તને પણ હું છોડીશ નહીં.’ તેમ કહીં અધિકારીઓને ધમકી આપી હતી. પોલીસ સ્ટેશનમાં ઈનવે રૂમમાં યાદવે ઇન્ચાર્જ PI તરીકે હોવાનું કહી અને ખાખીનો રોફ જમાવી અધિકારીઓ સામે જ દાદાગીરી કરી હતી.
સોલા પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એમ એચ યાદવ અગાઉ અમદાવાદના ગોમતીપુર પોલીસસ્ટેશનમાં D સ્ટાફ PSI તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા હતા.