ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : 6 મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સની પોલીસે દુકાન કરી બંધ - Drugs seized caught from Astodia Darwaja

અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસેથી ડ્રગ્સના જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચે 1 લાખ 73 હજારથી વધુની કિંમતનો ડ્રગ્સ સ્ટોક પકડીને આ સાથે યુવકની ધરપકડ કરી છે.

Ahmedabad Crime : 6 મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સની પોલીસે દુકાન કરી બંધ
Ahmedabad Crime : 6 મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સની પોલીસે દુકાન કરી બંધ

By

Published : Feb 20, 2023, 10:30 AM IST

આસ્ટોડિયા દરવાજા પાસેથી MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો

અમદાવાદ : શહેરમાંથી ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. શહેર SOG ક્રાઇમની ટીમે આસ્ટોડિયા દરવાજા પાસેથી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરની ધરપકડ કરી છે. જે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.

શું હતો સમગ્ર બનાવ : અમદાવાદ શહેરમાં અવારનવાર ડ્રગ્સની હેરાફેરી સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર શહેર SOG એ ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. SOGની ટીમને બાતમી મળી હતી, જેના આધારે આસ્ટોડિયા દરવાજા પાસેથી વિશાલ બચુભાઈ વોરા નામના અમરાઈવાડીના 40 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. યુવકની તપાસ કરતા તેની પાસેથી 1 લાખ 73 હજારથી વધુની કિંમતનો 17 ગ્રામ 380 મિલિગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો :Ahmedabad Crime : વટવામાં 22 લાખના ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, જેલમાં બંધ આરોપીઓએ સૂકવવા માટે આપેલું

મધ્યપ્રદેશમાં લૂંટનો મામલો : આ મામલે પકડાયેલા આરોપીની તપાસ કરતા તે આ ડ્રગ્સ શાહઆલમના ઉંમર નામના વ્યક્તિ પાસેથી ખરીદીને છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે શહેર SOG ક્રાઇમે આરોપી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. આ ગુનામાં વોન્ટેડ ઉંમર નામના આરોપીને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી સામે મધ્યપ્રદેશમાં લૂંટ જેવા ગુનો નોંધાયો છે, જેથી આ સમગ્ર મામલે શહેર SOGએ આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :Vadodara Drugs case : શહેરમાં ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી અટકાવી, એકની અટકાયત બે વોન્ટેડ

પોલીસનું નિવેદન : આ અંગે SOGના ACP એન.એલ દેસાઈએ જણાવ્યું હતું કે, પકડાયેલો આરોપી છ મહિનાથી ડ્રગ્સનું છૂટક વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે. તે પોતે પણ નશાનો બંધાણી હોવાનું સામે આવતા તે આ ડ્રગ્સ જે યુવક પાસેથી મેળવતો હતો. તેને પકડવા માટે પકડાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પહેલા શહેરના વટવામાંથી 22 લાખ રુપિયાની કિમતના એમડી ડ્રગ્સ સાથે એક યુવકની ઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જેમાં જેલમાં બંધ આરોપીઓએ આ ભીનું ડ્રગ્સ સૂકવવા માટે આપ્યુ હોવાનો ખુલાસો થયો હતો.

ABOUT THE AUTHOR

...view details