- પોશ વિસ્તારમાં ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા બે ઝડપાયા
- યુવાનો સાથે મિત્રતા કરી નશાનાં બંધાણી કરી પૈસા કમાવતા માલેતુજાર
- કડી-કલોલની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ડ્રગ્સનો કાળો કારોબાર
અમદાવાદ: ક્રાઈમબ્રાન્ચની ગીરફ્તમાં દેખાતા આ બન્ને ડ્રગ્સ પેડલરો છે, રવિ શર્મા અને અસીત પટેલ. આ બન્ને અમદાવાદમાં ડ્રગ્સ પેડલર (Ahmedabad Drug Peddler) બનીને યુવાધનને બરબાદ કરવાનું કામ કરતા ઝડપાયા (Drug Suppliers Arrested in Ahmedabad) છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે બાતમીનાં આધારે થલતેજમાં આરોપી એપાર્ટમેન્ટ ખાતેથી રવિ શર્મા નામનાં યુવકના ઘરમાં રેડ કરી 2.38 લાખની કિંમતનો 23.86 ગ્રામ એમ.ડી ડ્રગ્સ (Mephedrone Drug in Ahmedabad)નો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપી રવિ શર્મા અમદાવાદનાં એસ.જી હાઈવે પર આવેલી ચાની કિટલી તેમજ પાનનાં ગલ્લાં પર બેસતો અને ત્યાં આવતા માલેતુજાર યુવાનો સાથે મિત્રતા કરી નશાનાં બંધાણી કરી પૈસા કમાવતો હતો.
5 લાખની કિંમતનું 50 ગ્રામ એમ.ડી ડ્રગ્સ
આરોપી રવિ શર્માની પુછપરછ કરતા સામે આવ્યુ કે તે પોતે નશાનો બંધાણી છે અને તેણે આ ડ્રગ્સનો જથ્થો સોલા નજીક ત્રાગડમાં રહેતા અસીત પટેલ નામનાં શખ્સ પાસેથી ખરીદયો હતો. જેથી ક્રાઈમબ્રાન્ચે અસીત પટેલનાં ત્યાં રેડ (Crime branch raid on drugs racket in Ahmedabad) કરીને તેની ગાડીમાંથી 5 લાખની કિંમતનું 50 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ બન્ને આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે, ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરતા પંકજ પટેલ નામનાં યુવક પાસેથી આ એમ.ડી ડ્રગ્સ ખરીદતા હતા અને ફરાર આરોપી પંકજ પટેલ કડી-કલોલની ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો ત્યાંથી મેફેડ્રોન ડ્રગ્સ ખરીદી કરી અલગ-અલગ પેડલરોને આપતો હોવાનું સામે આવ્યું છે.