ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ ડબલ મર્ડર કેસ, પુત્રએ માતા અને કાકાની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ - Gujarati News

અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનની હદમાંથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પુત્રએ માતા અને કાકાની હત્યા કરી 2 દિવસ સુધી મૃતદેહ સાથે રહ્યી અને બાદમાં પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે સમગ્ર ઘટના અંગે ઈસનપુર પોલીસે વરુણ સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ડબલ મર્ડર કેસ,  પુત્રએ માતા અને કાકાની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ
અમદાવાદ ડબલ મર્ડર કેસ, પુત્રએ માતા અને કાકાની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

By

Published : Aug 19, 2021, 1:22 PM IST

Updated : Aug 19, 2021, 1:32 PM IST

  • અમદાવાદ સનપુર પોલીસ સ્ટેશનની હદમાંથી હત્યાનો બનાવ
  • પુત્રએ માતા અને કાકાની હત્યા કરી
  • 2 મર્ડર કર્યા બાદ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ: શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી ઘોડાસર કેનાલ પાસે આવેલી સુમન સજની સોસાયટીના બંગલા નંબર -9માંથી બે વૃદ્ધાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. દિકરાએ પોતાની માતા અને કાકાની હત્યા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ઈસનપુરની સુમન સજની સોસાયટીની ઘટના

પત્ની વંદનાબેન, પુત્ર વરુણ તથા રજનીભાઈના ભાઈ અમૂલ પંડ્યા સાથે રહેતાં ઈસનપુરની સુમન સજની સોસાયટીમાં રહેતા રજની પંડ્યાનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયા બાદ તેમની પત્ની વંદનાબેન, પુત્ર વરુણ તથા રજનીભાઈના ભાઈ અમૂલ પંડ્યા સાથે રહેતાં હતાં. અમૂલભાઈ કોર્પોરેશનમાં ફરજ પરથી નિવૃત્ત થયા હતાં. જ્યારે વરુણ પંડ્યા કોઈ કામધંધો કરતો ન હતો.

પુત્રએ કરી માતા અને કાકાની હત્યા

વરુણ પંડ્યાએ બે દિવસ પહેલાં તેની માતા અને કાકાની હત્યા કરી હતી. ત્યાર બાદ છેલ્લા બે દિવસથી વરુણ ઘરમાં બંને મૃતદેહની સાથે રહ્યો હતો અને વરૂણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. એમાં પણ તેને સફળતા મળી ન હતી. જેથી વરૂણે પોતાના એક સંબંધીને ફોન કરી બોલાવતાં તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘટનાની જાણ કરી હતી, ત્યારે સમગ્ર ઘટના અંગે ઈસનપુર પોલીસે વરુણ સામે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં ઘાયલ થયેલા વરૂણ પંડ્યાને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આર્થિક સંકડામણના કારણે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસ સામે આવ્યું

2 દિવસ સુધી બંગલામાં મૃતદેહ સાથે રહી કંટાળીને આખરે તેણે પોતાના નજીકના સંબંધીને પોતાની માતા અને કાકાની હત્યા કરી હોવાની જાણ કરી હતી. ઇસનપુર પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત આરોપી વરુણ પંડયાને એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઇસનપુર પોલીસે તપાસ કરતા તેના કાકા અમુલ પંડયા જેઓની ઉંમર 65 વર્ષ તેઓ અમદાવાદ કોર્પોરેશનના નિવૃત કર્મચારી હતા અને તેઓના પેન્શનના આધારે ઘર ચાલતુ હતું. આરોપીની માતા વંદના બેન પંડયાની પણ મૃતદેહ મળી આવ્યો હતો. આર્થિક સંકડામણના કારણે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસના ધ્યાને આવ્યુ છે.

Last Updated : Aug 19, 2021, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details