ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી ડોમેસ્ટિક એરપોર્ટ થશે બંધ

રાજ્યમાં કોરોના વાઇરસના 33 કેસ પોઝિટિસ છે. કોરોના વાઇરસના કારણે રેલેવ બાદ હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ આજે રાત્રે 12 વાગ્યાથી બંધ કરવામાં આવશે.

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી ડોમેસ્ટિક એરપોર્ટ થશે બંધ
અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી ડોમેસ્ટિક એરપોર્ટ થશે બંધ

By

Published : Mar 24, 2020, 1:53 PM IST

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસનો હાહાકાર છે. સમગ્ર ગુજરાતને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર આવેલી ડોમેસ્ટિક વિભાગની તમામ ફલાઇટ બંધ કરી દેવામાં આવશે. આજે રાત્રે 12 વાગ્યાથી તમામ ડોમેસ્ટિક ફલાઇટ બંધ કરી દેવામાં આવશે. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખી પહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. ત્યારે હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં કરવામાં છે.

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી ડોમેસ્ટિક એરપોર્ટ થશે બંધ
ઉલ્લેખનીય છે કે, માનવથી માનવમાં અતિઝડપથી સંક્રમિત થઈ રહેલા કોરોના વાયરસનો ગુજરાતમાં પગપેસારો વિદેશથી આવેલાં પ્રવાસીઓ થકી થયો છે અને હજુ પણ મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ દ્વારા લોકોની આવન જાવન ચાલુ છે. ત્યારે આ નિર્ણયથી રાજ્ય લૉકડાઉનની સ્થિતિ બહેતર થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details