અમદાવાદ:ડૉ. જીનિયા ગુપ્તાએ પશ્ચિમ રેલવેના હેડક્વાર્ટરમાં ઉપમુખ્ય પરિચાલન પ્રબંધક અને હાલમાં અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ પરિચાલન પ્રબંધક તરીકે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જેના પરિણામસ્વરુપ 15મી ડિસેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં આયોજિત થનારા 68મા રાષ્ટ્રીય રેલવે સપ્તાહના ગૌરવપૂર્ણ સમારોહમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે.
અમદાવાદ ડિવિઝનના ડૉ. જીનીયા ગુપ્તાનું અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સન્માન કરાશે
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર ડૉ. જીનીયા ગુપ્તાને વર્ષ 2022-23 દરમિયાન તેમના શ્રેષ્ઠ કાર્ય પ્રદર્શન માટે અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર (AVRSP)થી સન્માનિત કરવામાં આવશે. ડો. જીનીયા ગુપ્તા વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધકે પરિચાલનના તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી હતી. ટ્રેનોના સુચારૂ સંચાલન ઉપરાંત કારણે ડિવિઝનના લોડિંગ અને આવકમાં નોંધપાત્ર સુધારો થયો હતો.
ડૉ. જીનિયા ગુપ્તા
Published : Dec 14, 2023, 6:45 PM IST
|Updated : Dec 14, 2023, 7:50 PM IST
કઈ ઉપલબ્ધિઓ હાંસલ કરી:
- 2022-23માં 50.41 મેટ્રીક ટન માલ લોડિંગનો એક નોંધપાત્ર માઈલ સ્ટોન હાંસલ કર્યો, જે 49.26 મેટ્રીક ટનના લક્ષ્ય કરતાં 2.33% વધુ છે. એપ્રિલ 2003માં ડિવિઝનની રચના થઈ ત્યારથી આ અત્યાર સુધીનો આ સૌથી વધુ માલ લોડિંગ છે. 50.41 મેટ્રીક ટનના ઉત્કૃષ્ટ માલ લોડિંગ પ્રદર્શન સાથે ભારતીય રેલ્વેમાં અમદાવાદ ડિવિઝન ઉચ્ચતમ લોડિંગ સાથે સાતમા ક્રમે છે.
- 2022-23માં 2334 લાંબા અંતરની ટ્રેનો દોડાવીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લાંબા અંતરનું પ્રદર્શન હાંસલ કરવામાં આવ્યું. નાણાકીય વર્ષ 2021-22માં દોડાવેલ 964 લાંબા અંતરની ટ્રેનોની તુલનામાં142% નો ભારે વધારો થયો. 2022-23માં 16348 ટ્રેનો દોડાવીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ટ્રેન પ્રદર્શન પ્રાપ્ત કર્યું જે 10156 ટ્રેનો (નાણાકીય વર્ષ 21-22)ના અગાઉના સર્વશ્રેષ્ઠ રેકોર્ડને વટાવી ગયુંજે ગત વર્ષની તુલનામાં 60% વધુ છે.
- અમદાવાદ ડિવિઝને 2022-23માં 185.21ની સરેરાશ ઈન્ટરચેન્જ સાથે અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ ડિવિઝનલ ઇન્ટરચેન્જ નોંધ્યું હતું. જે 2021-22ની સરેરાશ 168.95 કરતાં 9.63% વધુ છે. તમામ સલામતીની સાવચેતીઓ સાથે 2022-23માં 156.206 કિલોમીટરનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ડબલિંગ કરવામાં આવ્યું હતું અને 40 એનઆઈ કાર્ય સફળતાપૂર્વક પૂરા થયા જે 20-21માં 26 એનઆઈના અગાઉના સર્વશ્રેષ્ઠ રેકોર્ડને વટાવી ગયું છે.
Last Updated : Dec 14, 2023, 7:50 PM IST
TAGGED:
ડૉ જીનિયા ગુપ્તા