- અમદાવાદ જિલ્લામા 93 હજાર નવા વોટર્સ
- 39 હજાર યુવા વોટર્સ નોંધાયા
- ચૂંટણી તૈયારીઓ અંગે નોડલ અધિકારીઓને સૂચના અપાઇ
અમદાવાદ : જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને માહિતી આપતા જણાવ્યું હતું કે, 2021 ચૂંટણીઓનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતના ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં 4 દિવસ ચૂંટણી ઝુંબેશના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં એક દિવસ કરફ્યૂને બાદ કરતા કુલ 3 દિવસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ફોર્મ 6, 7, 8 અને 8-ક ભરવામાં આવ્યા હતા.
અમદાવાદ જિલ્લા કલેક્ટરે ચૂંટણી તૈયારીઓને લઈને આપી માહિતી કોવિડની પરિસ્થિતિમાં ચૂંટણી યોજવા અંગે ચર્ચા
15 તારીખે નવી સુધારેલી મતદારયાદી અમદાવાદ જિલ્લા માટે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જિલ્લામાં 93 હજાર જેટલા નવા મતદારો નોંધાયા છે. જેમાં 18-19 વર્ષના 39 હજાર જેટલા યુવા મતદારો નોંધાયા છે. આદર્શ આચારસંહિતાના અમલ માટે નોડલ ઓફિસરોને સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત આવનારી ચૂંટણીઓને લઈને તાલીમ પણ આપવામાં આવી છે. મત ગણતરીના દિવસ સુધી સંપૂર્ણ કામગીરી ચાલશે. કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કેવી રીતે ચૂંટણી યોજવી તે અંગેની પણ સમીક્ષા કરવામાં આવી છે.
25 જાન્યુઆરીએ થઈ હતી ભારતીય ચૂંટણીપંચની સ્થાપના
નેશનલ વોટર્સ ડે 25 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ત્યારે કલેક્ટર કચેરી શણગારવામાં આવી હતી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 25 જાન્યુઆરી, 1950માં થઇ હતી. 2011થી તેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે તેની થીમ ' પ્રાઉડ ટુ બી વોટર, પ્રાઉડ ટુ યુ' હતી. ધર્મ, ભાષા, જાતિથી ઉપર ઉઠીને દરેક નાગરિક વોટ કરે તે સૌનું કર્તવ્ય છે.