• પાટડીની બજારો તહેવાર હોવા છતાં સુમસામ
• 89 ગામના લોકો ખરીદી કરવા પાટડી આવે છે
• તહેવારોને લીધે વેપારીઓએ લાખો રૂપિયાનો માલ દુકાનમાં ભરેલો છે
• પાટડીની બજારો તહેવાર હોવા છતાં સુમસામ
• 89 ગામના લોકો ખરીદી કરવા પાટડી આવે છે
• તહેવારોને લીધે વેપારીઓએ લાખો રૂપિયાનો માલ દુકાનમાં ભરેલો છે
વિરમગામઃ એવો એક પણ ધંધો નથી જેને કોરોનાને કારણે નુકસાન ન વેઠવું પડ્યું હોય. આવી જ રીતે વિરમગામના પાટડીમાં પણ કોરોનાને કારણે બજારો સુમસામ જોવા મળી રહી છે. 89 ગામના લોકો પાટડીમાં ખરીદી કરવા આવે છે, પરંતુ આ વખતે કોરોનાના ગ્રહણને કારણે આ વખતે પાટડીના બજારોમાં ગ્રાહકો નહીંવત જોવા મળી રહ્યા છે.
લાખો રૂપિયાનો માલ સામાન દુકાનમાં છે, પરંતુ ગ્રાહકો નહીંવત્ છે
આ અંગે પાટડીના દુકાનદારોએ કહ્યું, તહેવારને ધ્યાનમાં રાખી અમે લાખો રૂપિયાનો માલ સામાન દુકાનમાં ભરી રાખ્યો છે. કોરોના પહેલા 89 ગામોમાંથી લોકો પાટડીમાં ખરીદી કરવા આવતા હતા, પરંતુ આ વખતે કોરોનાને કારણે અમારો માલ સામાન ખરીદવા કોઈ ગ્રાહક નથી આવી રહ્યું. પાટડીના બજારોને આર્થિક માર સહન કરવાનો વારો આવ્યો છે. આથી બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.