- અમદાવાદમાં ફરી લાગી આગ
- પીરાણા રોડ પર ફેકટરીમાં બ્લાસ્ટ
- બોઈલર બ્લાસ્ટ થતાં લાગી હતી આગ
- આગમાં 12 લોકોના મોત જવાબદાર કોણ??
અમદાવાદ : નાનુભાઈ એસ્ટેટના કેમિકલની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. બ્લાસ્ટ થતાની સાથે આસપાસના 9 ગોડાઉનને અસર થઈ હતી. જેમાંથી 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. જે કારણે 25 લોકો ફસાયા હતા. જેમાંથી અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત થઈ છે. જ્યારે 14 લોકોનું રેસ્કયૂ કરાયા છે. ગોડાઉન બટાભાઈ ભરવાડનું હોવાનું સામે આવ્યું છે. તેમને આ ગોડાઉન ભાડે આપ્યું હતું. પોલીસે કેમિકલના ગોડાઉનના માલિકની પૂછપરછ પણ કરી છે.
મોતની આગ, મોડે મોડે જાગ્યા સત્તાધીશો
આ ફેક્ટરીની બાજુમાં કાપડની ફેકટરી આવેલી હતી. જ્યાં કેટલાક લોકો પેકિંગનું કામ કરતા હતા. કેમિકલ ફેકટરીમાં આગ લાગતાં કાપડ ફેક્ટરીનું ધાબું પડી ગયું અને બાજુની ફેકટરીની આગ કાપડની ફેકટરીમાં ફેલાઈ હતી. કાપડને કારણે આગ વધી હતી. જેમાં લોકો ગંભીર રીતે લોકો દાઝ્યા હતા.
અમદાવાદમાં સતત બનતી આગની ઘટનાઓ માટે જવાબદાર કોણ?
અમદાવાદ શહેરમાં અવારનવાર આગની ઘટના બનતી રહે છે. જેમાં અનેક લોકો જીવ ગુમાવે છે, પરંતુ અધિકારીઓ દ્વારા ફાયર સેફ્ટીને લઇ ફક્ત ચેકિંગ કરીને સંતોષ માની લેવામાં આવે છે અને દંડ ઉઘરાવી પોતાની કામગીરી પ્રત્યે સંતોષ વ્યકત કરે છે. ત્યારે હવે પીરાણા રોડ પર લાગેલી આગ માટે જવાબદાર લોકો સામે તંત્ર કેવા પગલા લેવામાં આવ્યા છે. તે જોવું રહ્યું...
રાજ્યમાં સૌથી વધું આગ દુર્ઘટનાઓ અમદાવાદમાં નોંધાય છે. રાજ્યમાં વર્ષ 2017-2018 દરમિયાન કુલ 7,330 જેટલા આગ દુર્ઘટના બની હતી. રાજ્યની 31 ટકા આગ દુર્ઘટના અમદાવાદમાં નોંધાય છે. રાજ્યમાં સરેરાશ રોજનના 21 આગ દુર્ઘટના ઘટે છે. વર્ષ 2018-19 દરમિયાન અમદાવાદ ફાયર વિભાગને 2123 ફાયર કોલ મળ્યા હતા. અમદાવાદમાં ગત 3 વર્ષમાં આગ દુર્ઘટનામાં 35 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા
અમદાવાદ શહેરમાં વર્ષ 2017-18 દરમિયાન આગ દુર્ઘટનાઓમાં કુલ 35 લોકોના મોત થયા હતા. આ સાથે આગ દુર્ધટનાઓમાં કુલ 69.20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ દુર્ઘટનાઓ દરમિયાન ફાયર વિભાગ દ્વારા કુલ 96 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ સાથે ફરાય વિભાગે 83.77 કરોડ રૂપિયાની માલ-મતા પણ બચાવી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી આધુનિક ઉપકરણો અમદાવાદ ફાયર વિભાગ પાસે છે. સમગ્ર રાજ્યમાં સૌથી સારી કામગીરી અમદાવાદ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવે છે.