અમદાવાદ: નરોડામાં રહેતી 30 વર્ષીય હિરલ (નામ બદલેલ છે)એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. હિરલના લગ્ન 23 જૂન 2022 ના રોજ સમાજનાં રિતરિવાજ મુજબ નરોડા ખાતે રહેતા શૈલેષ (નામ બદલેલ છે) સાથે થયા હતા. લગ્ન બાદ હિરલના માતાપિતાએ યથાશક્તિ મુજબ કરિયાવર આપ્યું હતું. જેમાં સોના ચાંદીના દાગીના, કપડા તેમજ અન્ય ઘરવખરીનો સામાન આપતા તે લઈને તે સાસરિમાં ગઈ હતી.
"આ અંગે યુવતીની ફરિયાદ લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ મામલે આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે"-- એ,જે ચૌહાણ (કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ)
આખા ઘરનું કામ:શરૂઆતનાં દિવસ તેને સાસરિમાં સારી રીતે રાખવામાં આવી હતી. જે બાદ પતિ તેમજ સાસુ, સસરા અને નણંદ દ્વારા દહેજમાં કઈ લાવી નથી તેમજ કહીને અવારનવાર મ્હેણાં ટોણાં મારતા હતા. તેમજ નાની નાની વાતોમાં ઝધડો કરતા. હિરલનો પતિ શૈલેષ તેને કહેતો કે હું કોન્ટ્રાક્ટર છું, તેમજ સસરા પોતે સરકારી પ્રેસમાં નોકરી કરું છું તેમ કહેતા અને પોતાના મોભા મુજબ તેઓને દહેજ મળ્યુ નથી તેમ જણાવતા. અને હિરલને પિયરમાંથી લાખ રૂપિયા લાવવા પડશે. તેમજ ઘરમાં નોકરાણીની જેમ રહેવુ પડશે તેમ કહી આખા ઘરનું કામ કરાવતા હતા.
દહેજની માંગ:લગ્નનાં 15 દિવસ બાદથી હિરલની સાસુએ તેના દાગીના તીજોરીમાં મુકવાના નામે લઈને પડાવી લીધા હતા. અને જે બાદ તમામ સાસરિયાઓ દહેજની માંગ કરી ત્રાસ આપતા હતા. હિરલના પતિ તેમજ સસરાને દારૂ પિવાની ટેવ હોય અવારનવાર દારૂ પીને મારઝૂડ કરતા હતા અને તેનો પતિ તેને મોબાઈલમાં પોર્ન ફિલ્મો બતાવી તે પ્રમાણે શરીર સંબંધ બાંધવા માટે કહેતો, હિરલ ના પાડતી તો તેની સાથે મારઝૂડ કરતો હતો. હિરલની તબીયત સારી ન હોય ત્યારે પણ તેની સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધતો હતો.
સસરા દારૂ પીધેલી હાલમાં:હિરલના સસરા પણ અવારનવાર શારિરીક છેડછાડ કરતા હતા, આ બાબતે પતિ તેમજ સાસુને તેમજ નણંદને કહેતા તેઓ પણ સસરાનું ઉપરાણું લઈને દહેજની વાત કરીને ખોટા આક્ષેપો કરતા હતા. 14મી જાન્યુઆરી 2023ના રોજ ઉત્તરાયણ હોવાથી હિરલના પતિ તેમજ સાસુ ધાબા પર હોય હિરલના સસરા દારૂ પીધેલી હાલમાં ઘરમાં હાજર હતા. હિરલ રસોઈ કરતી હતી ત્યારે અચાનક આવીને સસરાએ તેને બાથ ભરી લીધી હતી.
પોલીસ મથકે ઘરેલુ હિંસા: જેના કારણે તે ગભરાઈ જતા દોડીને ધાબા પર ગઈ હતી અને પતિ, સાસુ અને નણંદને વાત કરતા ત્રણેય જણાં હિરલ પર ઉશ્કેરાયા હતા અને હિરલને દહેજ લાવવુ ન પડે તે માટે આવા આક્ષેપ કરે છે તેવુ કહેવા લાગ્યા હતા. જે બાદ તમામ જણાએ ભેગા મળીને હિરલને ગાળો આપીને માર માર્યો હતો, બાદમાં ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદથી હિરલ પિયરમાં રહેતી હોય અંતે આ મામલે કૃષ્ણનગર પોલીસ મથકે ઘરેલુ હિંસા અને છેડતીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
- Ahmedabad Crime : નિકોલમાં હેવાન બનેવીએ સગીર સાળીને બેડ પર સુવડાવી, વિદેશ લઈ જવા માટે બીભત્સ શરત મૂકતા નોંધાયો ગુનો
- Ahmedabad Crime : રોમિયોગીરી કરી વિદ્યાર્થિનીની છેડતી કરનારની ધરપકડ, આરોપી સતત કરી રહ્યો હતો સતામણી