અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ હોવાથી સૌરાષ્ટ્ર સહિત પૂરા રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શક્યતા તેમના દ્વારા દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે, જે મુંબઈ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
આવતી કાલથી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય ક્યા જિલ્લામાં થશે ભારે વરસાદ
- અમદાવાદ
- ગાંધીનગર
- સુરત
- વડોદરા
- રાજકોટ
- ગીર સોમનાથ
- કચ્છ
- ભરૂચ
- સુરત
- નવસારી
- વલસાડ
- તાપી
- ડાંગ
પૂરા રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શક્યતા
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દાદરાનગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ, તાપી, ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિસ્ટમ 6 તારીખ એટલે કે, આવતીકાલથી પૂરા રાજ્યમાં છવાઈ જશે, જેને કારણે સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શરૂઆત થશે. જ્યારે 10 જુલાઈ સુધીમાં આખું રાજ્ય આવરી લેશે. આજે પણ જામનગરના લાલપુર અને જામજોધપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામોમાં વરસાદ પડવાની શરૂઆત થઇ ચુકી છે.