ગુજરાત

gujarat

ETV Bharat / state

સોશિયલ મીડિયામાં ખોટી ઓળખ બતાવી હેરાન કરતો આરોપી સાયબર ક્રાઇમની ટીમે કરી ધરપકડ

અમદાવાદમાં છ ધોરણ અભ્યાસ કરી મોબાઈલના સીમકાર્ડ વેચી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. તે મોબાઇલ શોપમાં કામ કરતી એક મહિલા સાથે થયેલા એક તરફી પ્રેમને કારણે જુદા જુદા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી ફરિયાદી મહિલાને પ્રેમ સંબંધ બાંધવા મેસેજ કરતો હતો. જેને ટેકનિકલ સર્વેલન્સથી સાઇબર ક્રાઇમ બ્રાંચે (Ahmedabad cybercrime branch) સર્વેલન્સથી આરોપીની ધરપકડ (Ahmedabad cybercrime branch arrested accused) કરી છે.

સોશિયલ મીડિયામાં ખોટી ઓળખ બતાવી હેરાન કરતો આરોપી સાયબર ક્રાઇમની ટીમે કરી ધરપકડ
સોશિયલ મીડિયામાં ખોટી ઓળખ બતાવી હેરાન કરતો આરોપી સાયબર ક્રાઇમની ટીમે કરી ધરપકડ

By

Published : Oct 22, 2022, 10:35 PM IST

અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Cyber Crime) એક એવા આરોપીની ધરપકડ(Ahmedabad cybercrime branch arrested accused ) કરી છે. જે માત્ર છ ધોરણ અભ્યાસ કરી મોબાઈલના સીમકાર્ડ વેચી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. પણ, તેને મોબાઇલ શોપમાં કામ કરતી એક મહિલા સાથે થયેલા એક તરફી પ્રેમને કારણે હવે જેલવાસ ભોગવવાનો સમય આવ્યો છે. આરોપીને દરિયાપુર વિસ્તારમાંથી પકડી પોલીસે વધુ તપાસ શરૂ હાથ ધરી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીને નામ મહમદ ઉવેશ છે.

મોબાઇલ શોપમાં કામ કરતી એક મહિલા સાથે થયેલા એક તરફી પ્રેમને કારણે હવે જેલવાસ ભોગવવાનો સમય આવ્યો છે.

ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની ધરપકડ આરોપી મોહમ્મદ ઉવેશ દરિયાપુર વિસ્તારનો રહેવાસી છે. મોબાઈલના સીમકાર્ડ વેચી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકે સાયબર ક્રાઇમમાં એક મહિલાની ફરિયાદ આધારે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહમદ ઉવેશ જુદા જુદા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી ફરિયાદી મહિલાને પ્રેમ સંબંધ બાંધવા મેસેજ કરતો (Harassing woman by giving false name ) હતો. એટલું જ નહીં, સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ ઇન્સ્ટાગ્રામ ID બનાવીને પોતે IPS અધિકારી હોવાની ખોટી ઓળખ (False identity of being an IPS officer) આપતો હતો.

મહિલા સાથે વાતચીત કરવા આરોપી અનેક સીમકાર્ડ વાપરતો હતોજોકે આ અંગે સાઇબર ક્રાઇમને ફરિયાદ મળતા ફરિયાદ નોંધાવી આરોપી ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં મહિલા સાથે વાતચીત કરવા આરોપી અનેક મોબાઇલ નંબરનો ઉપયોગ કરી ચૂક્યો છે. મહિલાને તેની સાથે કોઈ પ્રેમ સંબંધ ન રાખવો હોય તેના કારણે આરોપીના મોબાઈલ નંબર બ્લોક કરી દેતી હતી, પરંતુ પોતે IPS અધિકારી (IPS officer from Ahmedabad) હોવાનું કહીને મહિલાને ઇમ્પ્રેસ કરવાનો પણ પ્રયત્ન કરતો હતો. અમદાવાદના IPS તરીકે ફરજ બજાવતા સફીન હશનના નામે પણ વાતચીત કરી હોવાનું આ સામે આવ્યુ છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details