અમદાવાદહાલમાં ટેક્નોલોજી યુગમાં લોકો ઓનલાઈન શોપિંગ વધારે (online shopping website)કરતા હોય છે. ઓનલાઈ શોપિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓને અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad cybercrime)દ્વારા પકડી લેવામાં આવ્યા છે. ઓનલાઈન શોપિંગની ફેક વેબસાઈટ( fake online shopping website)બનાવી લોકો સાથા છેતરપિંડી કરતા હતા.
વસ્તુ નહીં મોકલી છેતરપિંડી કરતાઅમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઈન શોપિંગની ફેક વેબસાઈટ બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી (Online shopping frauds complaint )કરતા ગેંગના 2 સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે. આ બન્ને આરોપીઓ www. bagonia. in અને www.bageto. in નામની વેબસાઈટ બનાવી તેમની કંપનીના ડેટા અપલોડ કરી તે ચીજવસ્તુઓ સસ્તા ભાવે વસ્તુઓ વેચાણ માટે મૂકી ફરિયાદીને આર્થિક નુકસાન કરી તેની કંપનીના ગ્રાહકો પાસેથી ઓનલાઈન નાણાં મેળવી લઈને વસ્તુ નહીં મોકલી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃઅમદાવાદ: 100થી વધુ ટેકનીકથી થાય છે સાયબર ક્રાઈમ, 2020માં 160થી વધુ ગુના નોંધાયા