અમદાવાદ : સાયબર ક્રાઇમના ઇતિહાસમાં પહેલીવાર એવો કેસ ધ્યાને આવ્યો છે. આ કેસમાં ગુનેગાર દ્વારા અન્ય ક્રિમિનલ કરતા એક પગલું આગળ વધીને એવી પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. જે જાણીને અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ પણ દંગ રહી ગઈ છે. અત્યાર સુધી અનેક લોકોના મોબાઇલ ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે.
આરોપી માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે મોબાઇલ ખોવાઇ જવાની તપાસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ફરિયાદીના મોબાઇલને શોધવા માટે તેના IMEI નંબરને ટ્રેસ કરીને મોબાઈલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પરંતુ જો તમને એવી ખબર પડે કે તમારા મોબાઇલનો IMEI નંબર જ બદલાઈ ગયો છે તો. આજ પ્રકારનો કેસ સાયબર ક્રાઇમની પાસે આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇમે એક એવા યુવકની ધરપકડ કરી છે. આરોપી માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે પરંતુ તેણે ગુનાની દુનિયામાં માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે.
આ પણ વાંચો Ahmedabad Crime : ખોવાયેલા આઈફોનનું લોકેશન મળ્યાના મેસેજથી ચેતજો, નહીં તો કાયમ માટે આઈફોન ગયો સમજો
તપાસમાં અનેક ખુલાસા થયાઅમદાવાદ શહેર સાયબર ક્રાઇમે મોબાઈલ ફોનમાં IMEI નંબર બદલી નાખવાના કૌભાંડમાં ઝડપેલા યુવકની તપાસમાં અનેક ખુલાસા થયા છે. સાયબર ક્રાઇમે નેહરુનગર ચાર રસ્તા પાસે આવેલા જનપથ કોમ્પ્લેક્સમાં મન્નત કોમ્યુનિકેશન નામની દુકાનમાં મોબાઇલ રીપેરીંગનું કામ કરતા અબ્દુલ ખાલીક નામના યુવકની ધરપકડ કરી હતી. આ મામલે પકડાયેલા યુવકે પોતાની પાસે રહેલ યુ.એમ.ટી (અલ્ટીમેટ મલ્ટી ટુલ) સોફ્ટવેરના માધ્યમથી પોતાની પાસે રહેલ કોમ્પ્યુટર દ્વારા ફોનના IMEI નંબર બદલતો હોવાની કબૂલાત કરી હતી.