CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પોગ્રામનું પરિણામ જાહેર - CS એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પોગ્રામનું પરિણામ જાહેર
અમદાવાદ ડિસેમ્બર 2019માં ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા ICSI દ્વારા લેવાયેલી એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પરીક્ષાનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું.
અમદાવાદઃ વિદ્યાર્થીઓએ સેન્ટરમાં પ્રથમ ક્રમાંક મેળવી સેન્ટરનું નામ રોશન કર્યું હતું. એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને પ્રોફેશનલ પ્રોગ્રામ બંનેના નવા અને જૂના કોર્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જૂના કોલ પ્રમાણે એક્ઝિક્યુટિવની અંદર યસ પુજારા સેન્ટરમાં પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. જ્યારે નવા કોષની અંદર દેવર્સ શાહ પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. તો બીજી તરફ પ્રોફેશનલ પ્રોગ્રામમાં જુના કોર્સમાં હાર્દિ પટેલ જે અંકલેશ્વરના રહેવાસી છે અને અમદાવાદ સેન્ટરમાં પ્રથમ ક્રમાંકે જ્યારે ઓલ ઇન્ડિયા સેન્ટરમાં છઠ્ઠો રેન્ક મેળવ્યો હતો. ત્યારે પ્રોફેસર પ્રોગ્રામના નવા કોર્સમાં મિતુશ્રી દરજીએ અમદાવાદ સેન્ટરમાં પ્રથમ મને ઓલ ઇન્ડિયામાં 21મો ક્રમાંક મેળવી માતા પિતાનું નામ રોશન કર્યું હતું.