ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: સગીરાનો હાથ પકડીને યુવક કહ્યું ચલ હોટેલમાં અને પછી કરી છેડતી - અમદાવાદ ક્રાઈમ સમાચાર

અમદાવાદ શહેરમાં ફરી એકવાર સગીરા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા સાથે એક યુવકે વારંવાર છેડતી કરતા અને અંતે તમામ હતો વટાવી નાખતા સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો છે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

Ahmedabad Crime: સગીરાનો હાથ પકડીને યુવક કહ્યું ચલ હોટેલમાં અને પછી કરી છેડતી
Ahmedabad Crime: સગીરાનો હાથ પકડીને યુવક કહ્યું ચલ હોટેલમાં અને પછી કરી છેડતી

By

Published : Mar 15, 2023, 5:47 PM IST

અમદાવાદ: ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કામદાર મેદાન પાસે રહેતા 42 વર્ષીય યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે, જેમાં 13મી માર્ચના રોજ ફરિયાદી નોકરી પર ગયા હતા, તે સમયે તેઓના દીકરાએ ફોન કરીને જણાવ્યું હતું કે ચાલીના નાકા ઉપર તેની સગીર બહેનને અજાણ્યા યુવકે છેડતી કરી તેનો હાથ પકડી મોટર સાયકલ ઉપર બેસાડવાની કોશિશ કરતાં સગીરાએ બુમાબુમ કરતા તેને પકડી લીધો છે. જેથી ફરિયાદી તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં જોતા તેઓને જાણ થઈ હતી કે ગોમતીપુરમાં ભોગીલાલની ચાલી ખાતે રહેતા ફિર્દોષઆલમ ઉર્ફે ટલ્લો અન્સારી નામનો યુવક તેની દીકરીની છેડતી કરવા મામલે પકડાયો હતો. જે બાદ તકનો લાભ લઈને આરોપી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો:Maldhari in Trouble: કચ્છમાં પશુધનને ખાવા ઘાસચારો જ નથી, માલધારીઓ કરી રહ્યા છે હિજરત

સગીરાએ સ્કૂલમાં જવાનું બંધ કર્યું: આ સમગ્ર મામલે સગીરાએ પરિવારને જાણ કરી હતી કે છેલ્લા એક મહિનાથી યુવક તેને રસ્તામાં આવતા જતા તેમજ સ્કૂલમાં આવતી જતી વખતે પીછો કરતો હોય અને ગંદા ઇશારા કરીને હેરાન કરતો હતો. જેના કારણે છેલ્લા 15 દિવસથી સગીરાએ સ્કૂલમાં જવાનું પણ બંધ કર્યું હતું. 13 મી માર્ચના રોજ તે બપોરના સમયે ગોમતીપુર સારંગપુર બ્રિજ પાસે કરિયાણાની દુકાને મીઠું લેવા માટે ગઈ હતી અને ત્યાંથી પરત આવતા સમયે આરોપી પોતાનું મોટરસાયકલ લઈને તેની પાસે આવ્યો હતો અને તેનો હાથ પકડીને ચલ આપણે હોટલમાં જઈએ, તારા ઘરનાને ખબર નહીં પડે તેવું કહેતા સગીરાએ પોતાનો હાથ છોડાવી ત્યાંથી ચાલતા ચાલતા તે ચાલીના નાકે આવી રહી હતી.

આ પણ વાંચો:Rajkot Crime: રાજકોટમાં કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, માર માર્યાનો પરિવારજનોનો આક્ષેપ

મોટરસાયકલ લઈને સગીરાનો કર્યો પિછો: તે સમયે આરોપીએ મોટરસાયકલ લઈને સગીરાની પાછળ પાછળ આવીને હોન વગાડતો હતો અને સગીરાને તું આઈટમ લાગે છે, તેવું કહીને છેડતી કરી હતી. જેના કારણે સગીરાએ બુમાબૂમ કરતા તેનો ભાઈ અને ચાલીમાં રહેતા અન્ય વ્યક્તિઓ ભેગા થઈ ગયા હતા અને યુવકને પકડી પાડ્યો હતો. જે બાદ સગીરા દોડીને ઘરે આવી ગઈ હતી. આ સમગ્ર મામલે અંતે પરિવારને જાણ કરતા સમગ્ર મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં યુવક સામે છેડતી અને પોકસોની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપીને ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એ.જે પાંડવે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details