ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારનાર સસરાની ધરપકડ, જાણો શું હતો સમગ્ર બનાવ - સસરા દ્વારા દુષ્કર્મ થયાની ફરિયાદ

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સસરા દ્વારા દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે રામોલ પોલીસે કાર્યવાહી કરતાં દુષ્કર્મના આરોપી સસરાની ધરપકડ કરી લીધી છે.

Ahmedabad Crime : પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારનાર સસરાની ધરપકડ, જાણો શું હતો સમગ્ર બનાવ
Ahmedabad Crime : પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારનાર સસરાની ધરપકડ, જાણો શું હતો સમગ્ર બનાવ

By

Published : May 3, 2023, 7:16 PM IST

દુષ્કર્મના આરોપી સસરાની ધરપકડ

અમદાવાદ : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારનાર સસરાની પોલીસે ધરપકડ કરી છે. પુત્રવધુની એકલતાનો લાભ લઈને સસરાએ તેના હાથ પગ અને મોં બાંધીને તેની પર બળજબરીથી દુષ્કર્મ ગુજારી આ અંગે કોઈને પણ જાણ ન કરવાની ધમકી આપી હતી. જોકે પરિણીતાએ પિતા અને પતિને જાણ કરતા આ મામલે ફરિયાદ નોંધાઈ હતી.

પતિ અને સસરા સાથે રહેતી હતી મહિલા : અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાં પતિ અને સસરા સાથે રહેતી 24 વર્ષીય પરિણીતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. લગ્નના ચાર મહિનાથી યુવતી પતિ અને સસરા સાથે ઘરમાં રહેતી હોય તેનો પતિ ખાનગી નોકરી જ્યારે સસરા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.

આ પણ વાંચો Ahmedabad Crime : પરિણીતા પર સસરાએ દુષ્કર્મ ગુજાર્યું, પિયરમાં ગુમસુમ જોતાં પિતાએ પૃચ્છા કરી તો બહાર આવી વાત

સસરાએ 28 તારીખે દુષ્કર્મ ગુજાર્યું : 28મી એપ્રિલના રોજ બપોરના સમયે યુવતી ઘરે હાજર હતી અને તેનો પતિ નોકરી પર ગયો હતો. ત્યારે બપોરના સમયે તે બાથરૂમમાંથી કપડાં ધોઈને બહાર નીકળી હતી, તે સમયે અચાનક જ સસરાએ તેને પાછળથી બાથ ભીડી હતી. જે બાદ યુવતીને સસરાએ જમીન ઉપર સુવડાવી દેતા તેણે બુમાબુમ કરવા જતાં સસરાએ એક હાથથી તેને દબાવી રાખી બીજા હાથથી તેના મોઢે રૂમાલ બાંધી દીધો હતો. જે બાદ સસરાએ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

પરિવારને જાણ કરી : જે બાદ યુવતીના સસરાએ તેના હાથ પગમાંથી દોરી ખોલીને આ બાબતે પતિને કે અન્ય કોઈને જાણ કરશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. જે ઘટનાથી હેતબાઈ ગયેલી પુત્રવધૂ પોતાના પિયર નસવાડી ખાતે જતી રહી હતી. જે બાદ ગુમસુમ રહેતા તેના પિતાએ આ બાબતે પૂછતા તેણે સમગ્ર હકીકત પિતાને જણાવી હતી.મહિલા તેના પતિને જાણ કર્યા વગર જ પોતાના પિયરમાં આવી ગઈ હોય તેનો પતિ પણ તેને શોધતા શોધતા તેના ઘરે આવ્યો હતો. જે બાદ પતિને પણ સસરા દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મ અંગે જાણ કરી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime: તારાથી મન ભરાઇ ગયુ, પરણિત પ્રેમીએ લગ્નની લાલચે અનેક જગ્યાએ બાંધ્યા સંબંધો અને તરછોડી દીધી

આરોપી સસરાની ધરપકડ : અંતે આ સમગ્ર ઘટનાને લઈને પુત્રવધૂએ રામોલ પોલીસ સ્ટેશનમાં સસરા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે આ ઘટનાને પગલે ગુનો દાખલ કરી આરોપી સસરાની ધરપકડ કરી છે. આ અંગે આઈ ડિવિઝનના ઈન્ચાર્જ ACP આર.ડી. ઓઝાએ જણાવ્યું હતું કે આ મામલે ગુનામાં સામેલ આરોપીની ઝડપી લેવાયો છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details