ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ શહેર વિસ્તારમાંથી ચોરીના વાહનો સાથે બે ઇસમ પકડાયાં, ક્યાંથી ચોર્યાં હતાં તે સામે આવ્યું

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમના હાથે બે વાહન ચોર ઝડપાઇ ગયાં હતાં. આરોપીઓ ચોરીના વાહનો સાથે પકડાયાં હતાં. આરોપી વિરાજ મનીષકુમાર શાહ તથા બીજો આરોપી પંકજ મહેન્દ્રભાઈ પરારીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર વિસ્તારમાંથી ચોરીના વાહનો સાથે બે ઇસમોને પકડાયાં, ક્યાંથી ચોર્યાં હતાં તે સામે આવ્યું
અમદાવાદ શહેર વિસ્તારમાંથી ચોરીના વાહનો સાથે બે ઇસમોને પકડાયાં, ક્યાંથી ચોર્યાં હતાં તે સામે આવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2023, 2:31 PM IST

Updated : Dec 23, 2023, 2:55 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિનર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે મદદનીશ પોલીસ કમિનર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પો.ઈ. ડી.બી.બસિયાની ટીમના પો.સ.ઈ. વી.આર.ગોહિલ તથા હે.કો. સંજય ગઢવી તથા હે.કો. નિખીલેશભાઈ દિપકભાઇ તથા હે.કો. ભરતસિંહ અમરસિંહ તથા પો.કો. કુલદિપસિંહ બળદેવસિંહ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ અમદાવાદ શહેર વિસ્તારમાં વાહનચોરીના ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં કાર્યરત હતાં. ત્યારે આ ટીમને બાતમી મળી હતી.

આરોપીઓ ચોરીના વાહન સાથે પકડાયાં :આ દરમ્યાન હે.કો. સંજય ગઢવી તથા પો.કો. કુલદિપસિંહ બળદેવસિંહને મળેલ બાતમી આધારે આરોપીઓ વિરાજ મનીષકુમાર શાહ ડી/૭, ગીતાજંલિ ફ્લેટ, આઈ.ઓ.સી. રોડ, ચૈનપુર ફાટક પાસે, સાબરમતી અમદાવાદ તથા પંકજ મહેન્દ્રભાઈ પરારીયા એફ/૦૬, ગ્રીનસીટી ફ્લેટ, ખોડીદાસ ચાલીની પાસે, સિવિલ હોસ્પીટલ રોડ, અસારવા શાહીબાગ અમદાવાદને ચાંદખેડા આઇ.ઓ.સી. ફાટક પાસેથી ચોરીના બે વાહન સાથે પકડી લીધાં હતાં અને બંને સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી..

મુદ્દામાલ કબ્જે : આરોપીઓના કબ્જામાંથી નંબર વગરનુ યામાહા એફ.ઝેડ. મોટરસાયકલ તથા નંબર વગરનું હિરો સ્પ્લેન્ડર પ્લસ મળી કુલ 60,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પૂછપરછમાં ગુનાની કબૂલાત : પોલીસે બંને પકડાયેલ આરોપીઓની પૂછપરછ આદરી હતી. જે દરમિયાન બહાર આવ્યું હતું કે 24 માર્ચ 2023ના દિવસે બપોરના સમયે વસ્ત્રાપુર ગ્રાન્ડ ભગવતી હોટલની પાછળ, પ્રભુવન બંગલોના ગેટ પાસેથી સ્પ્લેન્ડર બાઇક ચોરી કરેલું હતું. તેમજ આરોપી વિરાજ મનીષકુમાર શાહ નાએ ગઇ તા.29 મે 2023ના રોજ રાત્રીના સમયે ચાંદખેડા મોટેરા આશારામ આશ્રમ સામેના રોડ ઉપરથી એફ.ઝેડ. બાઇક ચોરી કરી હતી. આ કબૂલાતને પગલે બંને સામે ઇપીકો કલમ 379 ગુનાઓ જે તે પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યાં હતાં.

  1. મંદીના કારણે બેરોજગાર રત્નકલાકાર સરકારી આવાસમાં ફાયર સેફટીના સાધનો ચોરી કરતા ઝડપાયો
  2. ગાંધીનગરની કુરિયર ઓફિસમાંથી ચોરી કરતી ગેંગ અમદાવાદથી ઝડપાઇ, મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ
Last Updated : Dec 23, 2023, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details