અમદાવાદ:અમદાવાદ શહેરમાં જાહેર સ્થળો ઉપર તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં યુવતીઓ સાથે થતા છેડતી જેવા બનાવો અટકાવવા માટે શહેર પોલીસે ખાસ પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઉપર પોલીસની શી ટીમે સિવિલ ડ્રેસમાં અલગ અલગ જગ્યા ઉપર ફરીને યુવતીઓની છેડતી અને હેરાનગતિ કરતા શખ્સોને કાયદાનો પાઠ ભણાવવા માટે ખાસ પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં 3 શખ્સોને બીભત્સ ચેનચાળા કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
Ahmedabad Crime: યુવતીઓની છેડતી કરનારાઓને મહિલા પોલીસે આ રીતે પાઠ ભણાવ્યો - Ahmedabad police
અમદાવાદ શહેરમાં જાહેર સ્થળો ઉપર તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં યુવતીઓ સાથે થતા છેડતી જેવા બનાવો અટકાવવા માટે શહેર પોલીસે ખાસ પ્રયાસો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઉપર પોલીસની શી ટીમે સિવિલ ડ્રેસમાં અલગ અલગ જગ્યા ઉપર છેડતી કરનારાઓને પકડી પાડ્યા છે.

સિવિલ ડ્રેસમાં પોલીસ: અમદાવાદ શહેર પોલીસ ઝોન-1 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની શી ટીમે ભેગી મળીને મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઊજવણીના ભાગરૂપે રિવરફ્રન્ટ વોક-વે લમાં ખાનગી કપડામાં રહી મહિલા સુરક્ષા માટે તથા મહીલા સાથે બનતા છેડતીના બનાવો અટકાવવા માટે સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં છોકરીઓ સામે બીભત્સ ચેનચાળા કરનારા 3 શખ્સો રંગેહાથ ઝડપાયા હતા.
SHE ટીમ મેદાને: 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને માર્ચ મહિનો મહિલા માસ તરીકે ઉજવવામાં આવે છે. તેના અનુસંધાને મહિલાઓ સાથે બનતા ગુનાઓ અટકાવવા માટે અને મહિલાઓને જરૂરી સુરક્ષા આપવા તથા મહિલાઓની સાથે કેવા બનાવો બને છે તથા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કેવી મુશ્કેલીઓ પડે છે. ડૉ. લવીના સિંહા (અમદાવાદ શહેર પોલીસના ઝોન 1 DCP )એ પોતે શી ટીમના કર્મચારીઓ સાથે AMTS, BRTS અને મેટ્રોમાં મુસાફરી કરી છેડતીના બનાવો અટકાવવા માટે પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: Rescue of fishermen: કોસ્ટ ગાર્ડે દરિયામાં ફસાયેલી ફિશિંગ બોટમાંથી 6 માછીમારોને બચાવ્યા
છેડતીના કેસ: મહત્વનું છે કે નોકરી રોજગાર કરતી મહિલાઓ તથા શાળા કોલેજોમાં અભ્યાસ કરતી દીકરીઓ શાળા તેમજ કોલેજમાં આવવા જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતી હોય ત્યારે અસામાજિક તત્વો દ્વારા છેડતી કરવાના અંગેના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા હોય જેને ધ્યાનમાં રાખીને મહિલા IPS એ પોતે સિવિલ ડ્રેસમાં મુસાફરી કરી હતી.
મહિલાની સલામતી અને સુરક્ષા માટે પોલીસ દ્વારા આ જ પ્રકારે સતત સિવિલ ડ્રેસમાં અલગ અલગ સાર્વજનિક સ્થળો અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પેટ્રોલીંગ કરવામાં આવશે. મહિલાઓ અને યુવતીઓને પણ પોલીસની અપીલ છે કે કોઈ જગ્યાઓ તમારી સાથે છેડતી કે સતામણી થતી હોય તો અમારો સંપર્ક કરે. શહેર પોલીસ દ્વારા રોમિયોગીરી કરનારાઓને કાયદાનો પાથ ભણાવવામાં આવશે.--ડૉ. લવિના સિંહા (ઝોન 1 DCP , ટેલીફોનિક વાતચીતના આધારે)