અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા વર્ષ 2020ની શરૂઆતમાં જ શહેરમાં ગુનાનો દર ઘટ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે ખરેખરમાં દર ઘટ્યો નહીં પરંતુ વધ્યો હોવાની વાત મનીષ દોશીએ કરી છે. પોલીસ દ્વારા અલગ જ રીતે આંકડો રજૂ કરવામાં આવ્યો છે. જેમાં દુષ્ક્રર્મ, ખંડણી, વ્યાજખોરનો ત્રાસ, આત્મહત્યા જેવા ગંભીર ગુનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેવું દોશીએ જણાવ્યું હતું. રાજ્યના ગૃહપ્રધાનના રહેણાંકના શહેરમાં જ ગુનાહિત પ્રવૃતિઓ વધતી જાય છે.
રાજ્યમાં ગુનાખોરીનો દર વધ્યોઃ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી - ahmedabad updates
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ગુનાહિત પ્રવૃતિઓ અને ગુનાનો દર વધ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કર્યો છે. અમદાવાદ શહેર કમિશ્નરે શહેરમાં ગુનાનો દર ઘટ્યો હોવાની જે વાત કરી તે પણ અલગ રીતે દર્શાવવામાં આવ્યું હોવાનું મનીષ દોશીએ જણાવ્યું હતું.
મનીષ દોશી
મનીષ દોશીએ ગૃહ વિભાગ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોવાની વાત પણ મુખ્યપ્રધાને કરી છે અને ગૃહ વિભાગ સરકારના ઇશારે જ કામ કરે છે. ગુનાઓમાં વધારો થાય છે. સરકાર દ્વારા જ કેટલીક ફરિયાદ તૈયાર કરીને ગૃહ વિભાગને આપવામાં આવે છે, તો સરકાર વિરોધીઓ સામે પણ પોલીસ વિભાગ જ લડે છે. પોલીસે કાયદાનું પાલન કરવું જોઈએ ના કે, લોકો કાયદો હાથમાં લઇ તેવી સ્થિતિનું નિર્માણ કરવું જોઈએ.
Last Updated : Jan 9, 2020, 5:23 PM IST