ટ્યૂશન શિક્ષકે સગીરાને ફસાવી અમદાવાદ : અમદાવાદમાં 14 વર્ષીય સગીરા સાથે ટ્યુશન સંચાલકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. સગીરાએ ટ્યુશન સંચાલક સાથે સંબંધ તોડી દેતા તેણે પીછો શરુ કર્યો. સાથે જ સગીરાને પ્રેમ પત્ર લખી પરેશાન કરતો હતો. જોકે સ્કુલ પાસે સગીરા સાથે બળજબરી કરતા મામલો સામે આવ્યો. જે બાદ સગીરાએ હકીકત જણાવી અને પોલીસે ગુનો નોંધી બળાત્કારી ટ્યુશન સંચાલકની ધરપકડ કરી છે.
આ અંગે ફરિયાદ નોંધાતા જ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ અત્યાર સુધીમાં અન્ય કોઈ સગીરાને આ પ્રકારે હેરાન કરી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામા આવી છે...જે. પી. જાડેજા, (ઈન્ચાર્જ પીઆઈ. દાણીલીમડા પોલીસ સ્ટેશન)
પરિવારની હત્યાની ધમકી આપી : અમદાવાદના દાણીલીમડા પોલીસે આ મામલે ટ્યુશન કલાસ ચલાવતા સુનીલ પરમાર પરમાર નામના યુવકની ધરપકડ કરી છે. આરોપીએ 14 વર્ષીય સગીરા સાથે જૂન 2022 થી એપ્રિલ 2023 સુધી અવારનવારબળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત સગીરાને ધમકી પણ આપી હતી કે કોઈને જાણ કરશે તો તેના પરિવારની હત્યા કરી નાખશે. જેથી સગીરાએ આ વાત કોઈને કહી ન હતી. જોકે આરોપી 13મી જુલાઈએ સગીરાની સ્કૂલ સુધી પહોંચી જતા મામલો સામે આવ્યો. જે બાદ દાણીલીમડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
સ્કૂલમાં સગીરાને બળજબરીથી લઇ જવા પ્રયાસ : મહત્વનું છે કે આરોપી સુનીલ પરમાર છેલ્લા એક વર્ષ જેટલા સમયથી સગીરાને પરેશાન કરતો હતો. સાથે જ સગીરાએ જ્યારે તેનો સંપર્ક તોડી નાખ્યો ત્યારે, તેનો પીછો કરી લેટરો પણ મોકલાવતો હતો. બીજી તરફ જ્યારે સગીરા ટ્યુશન ક્લાસ જતી હતી, ત્યારે ટ્યુશનના સમય કરતા વધુ સમય તેને બેસાડી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ફરી એક વખત 13 મી જુલાઈએ સગીરાને જબરજસ્તીથી પોતાની સાથે લઈ જવા માટે પ્રયાસ કરતો હતો તે સમયે સ્કૂલ સંચાલકો અને અન્ય વિદ્યાર્થીઓ એકઠા થતાં સુનીલ પરમારને ઝડપી લેવામાં આવ્યો. જે બાદ સગીરાના પિતાને જાણ કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
મેડિકલ તપાસ કરાવી વધુ તપાસ હાથ ધરી: દાણીલીમડા પોલીસે સુનીલની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની અને મેડિકલ તપાસ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત આરોપીએ અન્ય કોઈ સગીરા અથવા યુવતી સાથે કોઈ અઘટિત કૃત્ય કર્યું છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
- Ahmedabad Crime : પત્નીની ગેરહાજરીમાં નરાધમ પિતાએ 10 વર્ષની દીકરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો, દીકરી હિંમત ન હારી
- Rajkot Crime: રાજકોટમાં 13 વર્ષની તરુણીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપી ઝડપાયો
- Ahmedabad Crime : પિતાએ 4 વર્ષ સુધી સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ, લગ્ન બાદ પણ પીછો ન છોડ્યો